અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

જેહાદી ધર્માંધતા અને હિંસા આચરનારા તત્વો સામે પગલાં લો : વિશ્વ હિન્દુ પરિષદ

Text To Speech

પાલનપુરમાં કલેકટરમાં આવેદનપત્ર અપાયું
દેશમાં કેટલાક સમયથી જેહાદી કટ્ટરવાદના વધી રહી છે. અને હિંદુઓ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જેને લઇને વિશ્વ હિન્દુ પરિષદ પાલનપુર દ્વારા આવા તત્વો સામે પગલા લેવા માટે રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પાલનપુરમાં કલેકટરમાં આવેદનપત્ર અપાયું

બનાસકાંઠાની પાલનપુર ખાતેની વિશ્વ હિન્દુ પરિષદ શાખાના હોદ્દેદારો અને કાર્યકરોએ ગુરુવારે રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ઇસ્લામિક જેહાદી કટ્ટરતા વધી રહી છે. હિન્દુઓ પર વ્યવસ્થિત રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. કેટલીક શોભાયાત્રાઓ પણ હુમલાઓ  અને ક્યાંક પથ્થરમારાની ઘટનાઓ પણ સામે આવી હતી. જેથી કરફ્યુ પણ લગાવવો પડ્યો હતો.

આ આવેદન પત્રમાં નૂપૂરશર્મા અને નવીન જિંદાલના નિવેદન બાદ તાજેતરમાં શુક્રવારે નમાજ બાદ હુમલો કરવામાં આવ્યો હતો. અને હિન્દુઓની દુકાનોને આગ ચંપી, સરકારી મિલકતોને નુકસાન તેમજ પોલીસ દળ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જાણે કે જેહાદીઓએ કાયદાને મજાક જ બનાવી દીધો હોય તેઓ લાગી રહ્યું છે, ત્યારે આ પ્રકારના હુમલાઓ ને લઈને વીએચપીએ ચિંતા વ્યક્ત કરીને, જેહાદી તત્વો સામે પગલા લેવાની માગણી કરી છે.

Back to top button