ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં કોંગ્રેસની હાલત પર હસી રહ્યા છે INDIA ગઠબંધનના નેતા, કહ્યું-ખાતું ખોલાયું એ પણ મોટી વાત

Text To Speech

નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં સત્તા સંગ્રામ ચાલી રહ્યો છે. તો વળી કોંગ્રેસ ખાતું ખોલવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. આ બાજુ વિપક્ષી ઈંડિયા ગઠબંધનના નેતાઓ કોંગ્રેસની મજાક ઉડાવી રહ્યા છે. સાથે જ ખરાબ પ્રદર્શનનું કારણ કોંગ્રેસ અને આપનું અલગ લડવાનું કારણ બતાવી રહ્યા છે. ભારતીય ચૂંટણી પંચના તાજા આંકડા અનુસાર, ભાજપ વલણોમાં બહુમતના આંકડાને પાર કરી ચુકી છે.

શિવસેના યૂબીટીના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, ભાજપને હરાવવા માટે આપ પણ લડે છે, કોંગ્રેસ પણ લડે છે. પણ અલગ અલગ લડે છે. જો એક સાથે હોત તો દિલ્હીના પરિણામ પહેલા એક કલાકમાં જ ભાજપ હારી જાત. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ખાતું ખોલાવ્યું બસ પછી શું જોઈએ. ખાતું ખોલવા માટે જ બધા મેદાનમાં ઉતરે છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ પણ દિલ્હી ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ અને આપ પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે, હજુ લડો અંદરોઅંદર. સાથે તેમણે એક જીઆઈએફ પણ શેર કર્યું છે. ખાસ વાત એ છે કે, લોકસભા ચૂંટણી સાથે લડનારી આપ અને કોંગ્રેસે હરિયાણા બાદ દિલ્હી વિધાનસભા ચૂંટણી પણ અલગ લડવાનો નિર્ણય કર્યો હતો.

ચૂંટણી પંચના તાજા આંકડા અનુસાર, ભાજપ 42 સીટ પર આગળ ચાલી રહી છે, જે બહુમતની સંખ્યા કરતા પણ 6 સીટો વધારે છે, જ્યારે સત્તાધારી આપ 28 સીટો પર આગળ ચાલી રહી છે. મુખ્યમંત્રી આતિશી સહિત આપના કેટલાય મોટા નેતા પાછળ છે.

આ પણ વાંચો: દિલ્હી ચૂંટણી પર બૃજભૂષણ શરણ સિંહનું વિવાદિત નિવેદન, શરમજનક વાત કહી દીધી

Back to top button