ટ્રેન્ડિંગમનોરંજન

ઑસ્કારમાં કેમ પહોંચ્યો એશ્વર્યા રાયનો 16 વર્ષ જૂનો આઈકૉનિક લહેંગો, કારણ જાણીને ખુશ થઈ જશો

મુંબઈ, 25 ડિસેમ્બર 2024 :    ગ્લોબલ આઇકોન અને ભારતીય સિનેમાની સૌથી પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક, ઐશ્વર્યા રાય બચ્ચન વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કરી રહી છે. ઐશ્વર્યા તેની સુંદરતાની સાથે સાથે તેની ફિલ્મો માટે પણ ફેમસ છે. આ દરમિયાન અભિનેત્રી ફરીવાર ચર્ચામાં છે. ઐશ્વર્યાએ પોતાના કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી એક આશુતોષ ગોવારિકરની 2008ની ‘જોધા અકબર’ પણ છે. આ ફિલ્મમાં તેણે ‘જોધા બાઈ’નું પાત્ર ભજવ્યું હતું અને તેના અવિસ્મરણીય અભિનયથી દર્શકો પર અમીટ છાપ છોડી હતી.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

ઐશ્વર્યાનો લહેંગો ઓસ્કાર સુધી પહોંચ્યો હતો
‘જોધા અકબર’ની ભવ્યતા, વાર્તા અને પરંપરાગત પોશાકોએ પ્રેક્ષકોને ગૌરવના ઐતિહાસિક યુગમાં પહોંચાડ્યા. આ ફિલ્મની સ્ટોરી કે સેટ જ નહીં પરંતુ કોસ્ચ્યુમની પણ ખૂબ ચર્ચા થઈ હતી. હવે જોધા અકબરમાં ઐશ્વર્યાએ પહેરેલો લહેંગો ઓસ્કાર સુધી પહોંચી ગયો છે. જોધા અકબર ફિલ્મમાં ઐશ્વર્યા દ્વારા પહેરવામાં આવેલ લાલ લગ્નનો લહેંગા પ્રતિષ્ઠિત ઓસ્કાર મ્યુઝિયમમાં પહોંચ્યો હતો અને વિશ્વભરના ચાહકોની પ્રશંસા મેળવી હતી. ઓસ્કાર મ્યુઝિયમ દ્વારા એક પોસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ લહેંગાને પ્રદર્શનમાં સામેલ કરવા માટે ડિસ્પલે કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by The Academy (@theacademy)

એકેડેમી મ્યુઝિયમમાં દર્શાવવામાં આવશે
એકેડમીએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે. એકેડમી દ્વારા પોસ્ટ શેર કરતી વખતે, જોધા-અકબરમાં ઐશ્વર્યા દ્વારા પહેરવામાં આવેલા લહેંગાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ફોટો પોસ્ટ કરતાં લખ્યું છે – ‘રાણી માટે સૌથી યોગ્ય લેહેંગા, સિલ્વર સ્ક્રીન માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે.’ આ પોસ્ટમાં ડિઝાઇનર નીતા લુલ્લાની કારીગરીની ઉજવણી કરવામાં આવી હતી.

લહેંગાની વિશેષતા
એકેડેમી દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં આગળ લખ્યું છે – ‘જોધા અકબર (2008)માં ઐશ્વર્યા રાય બચ્ચનનો લાલ લગ્નનો લહેંગા આંખોને સુકુન આપે છે. વાઇબ્રન્ટ જરદોસી ભરતકામ, વર્ષો જૂની કારીગરી અને છુપાયેલ રત્ન. નજીકથી જુઓ અને તમે એક મોર જોશો, જે ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે, જે સંપૂર્ણ રીતે ઝવેરાતથી બનેલું છે. નીતા લુલ્લાએ ડ્રેસ ડિઝાઇન કર્યો ન હતો, તેમણે વિરાસત બનાવી હતી. એકેડેમી મ્યુઝિયમના કલર ઇન મોશન પ્રદર્શનમાં ઇતિહાસમાં પ્રવેશ કર્યો હતો.

આ પણ વાંચો : મૃત્યુના સોદાગર! કડકડતી ઠંડીમાં પેટ્રોલ પંપ પર લોકોએ કર્યું તાપણું, જૂઓ વીડિયો

Back to top button