મીનાક્ષી શેષાદ્રી જેવી જ સુંદર અને ગ્લેમરસ છે તેની દિકરી કેંન્ડ્રા, ફેન્સે કહ્યુ, દામિની પાર્ટ-2


90ના દાયકાની અભિનેત્રી મિનાક્ષી શેષાદ્રીનું નામ તે જમાનાની લોકપ્રિય અભિનેત્રીઓમાં સામેલ છે. 90ના દાયકામાં મીનાક્ષી કેટલીક યાદગાર ફિલ્મોમાં જોવા મળી હતી. તેણે દાયકાઓ પહેલા દર્શકોના દિલ પર એક અલગ જ છાપ છોડી હતી. મીનાક્ષી શેષાદ્રીની સૌથી શ્રેષ્ઠ ફિલ્મોની વાત કરીએ તો ‘દામિની’ ફિલ્મને લોકો આજે પણ જોવાનુ પસંદ કરે છે. આ ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રી પોતાના અભિનયથી બે-બે અભિનેતાઓ પર ભારે પડી હતી. ભલે મીનાક્ષી હવે ફિલ્મોમાં ન દેખાતી હોય, પરંતુ આજે પણ લોકો તેને જોવા ઉત્સુક રહે છે. થોડા સમય પહેલા આ અભિનેત્રી ‘ઇન્ડિયન આઇડલ’ના સેટ પર જોવા મળી હતી.
મીનાક્ષીએ ફિલ્મોથી દુર પોતાની એક દુનિયા વસાવી છે, તે આજે પોતાના પરિવાર સાથે એક ખુશહાલ જિંદગી વીતાવી રહી છે. મીનાક્ષીની પુત્રી Kendta Mysore દેખાવમાં બિલકુલ તેની માં જેવી દેલાંબી, ગ્લેમરસ અને સુંદર છે. આમ તો મીનાક્ષીને અત્યારે જોઇને કોઇ કહી ન શકે કે તેની આટલી મોટી પુત્રી પણ હશે. તસવીરમાં કેન્ડ્રા બિલકુલ તેની માતા જેવી ક્યુટ સ્માઇલવાળી અને સુંદર દેખાય છે. તે કોઇ બોલિવુડ એક્ટ્રેસથી ઓછી દેખાતી નથી.
કેન્ડ્રાનો ફોટો સામે આવતા લોકોએ તેની પર પોતાના રિએક્શન આપવાનું શરૂ કરી દીધુ છ્. કેટલાક લોકો તેને ‘દામિની પાર્ટ ટુ’ કહી રહ્યા છે. તો કેટલાક તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.