આ ફ્રુટ્સ સવારે ખાલી પેટે ભુલથી પણ ન ખાશો: થશે મોટુ નુકશાન


- ફ્રુટ્સ હેલ્ધી ખરા, પરંતુ તેને ખાવાનો યોગ્ય ટાઇમ પણ જરૂરી
- કેળા ફાઇબરથી ભરપૂર, પરંતુ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ન ખાવ
- સફરજનમાં રહેલુ પેક્ટિન લુઝ મોશનની સમસ્યાનું સમાધાન છે
ફ્રુટ્સ આરોગ્ય માટે સારા માનવામાં આવે છે. તેના મેક્સિમમ બેનિફિટ્સ માટે તેને સવારમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. ફ્રુટ્સ જ્યારે ખાવાના નિયમ જણાવવામાં આવે છે ત્યારે ઘણા ફ્રુટ્સને સવારે ખાલી પેટે બ્રેકફાસ્ટમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. જોકે તમે જાણો છો કે ઘણા બધા હેલ્ધી ફ્રુટ્સ એવા છે જે સવારે ખાલી પેટે ખાવાથી તમને ફાયદાના બદલે નુકશાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. જાણો કયા ફ્રુટ્સ એવા છે જે સવારે ખાલી પેટે બિલકુલ ન ખાવા જોઇએ.
કેળા
કેળા ફાઇબરથી ભરપૂર હોય છે. તેમાં ઘણા બધા ન્યુટ્રિશન હોય છે. તેને મોર્નિંગ બ્રેકફાસ્ટમાં ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તે સવારે ખાલી પેટે ખાવામાં આવે તો તેમાં રહેલા તત્વો કબજિયાતની સમસ્યાને જન્મ આપી શકે છે.
સફરજન
સફરજનમાં રહેલુ પેક્ટિન લુઝ મોશનની સમસ્યાનું સમાધાન છે. રોજ એક સફરજન ખાવુ આરોગ્ય માટે હેલ્ધી છે, પરંતુ સવારે ખાલી પેટે તેને ન ખાવુ જોઇએ. આમ કરવાથી પેક્ટિન નામનું તત્વ કબજિયાતની સમસ્યાને જન્મ આપે છે.
નાસપતિ
નાસપતિમાં સ્ટિફ ફાઇબર હોય છે. જે મ્યૂક્સ લાઇનિંગને ડેમેજ કરે છે. તેથી નાસપતિને ખાલી પેટે ખાવાના બદલે લંચમાં ખાવી હેલ્ધી ગણાય છે.
ખાટાં ફળ
ખાટા ફળ જેમકે સંતરા, નારંગી, મોસંબી જેવા ફળો સવારે ખાલી પેટ ખાવાથી બચવુ જોઇએ. આ ફળ પેટમાં એસિડિક નેચરના હોય છે. તેના કારણે દિવસભર ગેસની સમસ્યા પરેશાન કરી શકે છે.
પાઇનેપલ
પાઇનેપલ વિટામીન સીનો સારો સ્ત્રોત છે. તે ડાઇજેશન માટે ઉત્તમ છે, પરંતુ આ ફળને ખાલી પેટ ખાવાથી ડાઇજેશનની સમસ્યા વધી જાય છે.
કેરી
પાકેલી કેરી તમામ વિટામીનનો ખજાનો છે, પરંતુ તેને ખાલી પેટે ખાવાથી બ્લોટિંગ, ગેસ અને કબજિયાતની સમસ્યા થાય છે અને તે ડાઇજેશન સિસ્ટમની ગરબડ ઉભી કરે છે. તેથી કેરીને જમ્યા બાદ કે જમવાની સાથે ખાવાની સલાહ અપાય છે.
આ પણ વાંચોઃ શું તમે અંડરવેઇટ છો? ખોરાકમાં સામેલ કરો આ વસ્તુઓ