સૌરવ ગાંગુલીની બાયોપિક બનવા માટે તૈયાર, આ ટેલેન્ટેડ એક્ટર ભજવશે ક્રિકેટરનું પાત્ર


- હવે સૌરવ ગાંગુલીની બાયોપિક રિલીઝ થવાની છે, જેના વિશે તેણે પોતે જણાવ્યું છે. એટલું જ નહીં સૌરવે એ પણ જણાવ્યું કે તેની બાયોપિકમાં કયો અભિનેતા તેનું પાત્ર ભજવશે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડમાં ઘણા ખેલાડીઓની બાયોપિક બની છે. હવે સૌરવ ગાંગુલીની બાયોપિક રિલીઝ થવાની છે, જેના વિશે તેણે પોતે જણાવ્યું છે. એટલું જ નહીં સૌરવે એ પણ જણાવ્યું કે તેની બાયોપિકમાં કયો અભિનેતા તેનું પાત્ર ભજવશે અને તેના ચાહકો તેનું નામ સાંભળીને ખુશ થયા છે.
કોણ બનશે સૌરવ ગાંગુલી?
મીડિયા સાથે વાત કરતા સૌરવે કહ્યું, ‘રાજકુમાર રાવ મારું પાત્ર ભજવશે, પરંતુ તારીખોને લગતી કેટલીક સમસ્યાઓ છે, તેથી તેને પડદા પર આવવામાં 1 વર્ષથી વધુ સમય લાગશે
સૌરવે ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે રમી છે. તેણે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તમામ ફોર્મેટમાં 18,575 રન બનાવ્યા છે. આ પછી તેઓ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બન્યા અને ત્યારબાદ તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ બન્યા હતા. તેમણે ભારતને 21 ટેસ્ટ મેચ અને 2003માં વર્લ્ડ કપ અપાવ્યો હતો.
આ પછી તેમણે BCCI ટેકનિકલ કમિટીમાં પણ કામ કર્યું ,જેમાં સચિન તેંડુલકર અને VVS લક્ષ્મણનો પણ સમાવેશ થતો હતો. ગાંગુલીએ 2008માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લીધી. તેમણે 18,000 થી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા
રાજકુમારની ફિલ્મો
રાજકુમારની વાત કરીએ તો તેની ફિલ્મ ભૂલ ચૂક માફ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં તેમની સાથે વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં તેનું ટીઝર રિલીઝ થયું હતું જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ 10 એપ્રિલના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ પછી તે કુમાર તૌરાની દ્વારા નિર્મિત ફિલ્મ માલિકમાં પણ કામ કરશે.
આ પણ વાંચોઃ સલમાને એક ઈવેન્ટમાં પોતાની બંને માતા પર પ્રેમ વરસાવ્યો, ચાહકોને ખૂબ ગમ્યો વીડિયો