મધ્ય ગુજરાત

અમદાવાદ: માણેકચોકમાં 2 માળનું મકાન ધરાશાયી, 1 વૃદ્ધનું મોત

Text To Speech

અમદાવાદ શહેરમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. શહેરના ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં આવેલું બે માળનું મકાન બપોરે અચાનક ધરાશાયી થતાં કાટમાળમાં 3 લોકો ફસાયા હતા. કાટમાળમાં 3 લોકો ફસાયા હોવાની અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડને ટીમે રેસ્ક્યૂ કરીને કાટમાળમાંથી તમામને બહાર કાઢ્યા હતા.

આ પણ વાંચો : Exclusive: એક ગુજરાતીએ સપનું જોયું… એક ગુજરાતીએ સાકાર કર્યું…

જોકે કાટમાળમાં લટકતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું.ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં બપોરે જૂનું બે માળનું મકાન ધરાશાયી થયું હતું. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. મકાનના કાટમાળમાં 3 લોકો ફસાયા હતા. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કાટમાળમાં ફસાયેલો એક યુવક કણસતો હતો. ત્યારે ફાયરની ટીમે તેને ધરપત આપીને બહાર કાઢ્યો હતો. ત્યારબાદ તમામને સારવારાર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે કાટમાળમાં પહેલા માળે ફસાયેલા વૃદ્ધને ફાયરની ટીમે રેસ્ક્યૂ કરીને ઉતાર્યા હતા. પંરતુ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

Ahmedabad Pol collapse

60 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયુંશનિવારે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક ખાતે 60 વર્ષ જૂનું માળનું મકાન પડી ગયું હતું. જેમાં અમદાવાદ ફાયર ઇમરજન્સી વિભાગના નજીકના ફાયર સ્ટેશનથી રેસ્ક્યૂ ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ અને સ્ટાફ પહોંચીને સર્ચ ઓપરેશન કરતા કુલ ત્રણ વ્યક્તિને રેસ્ક્યૂ કરીને નજીકના હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કોલ પર 2 ઈમરજન્સી વાન, 1 MFT, 5 ફર્સ્ટ રિસ્પોન્સ વિહિકલ, એક ચીફ ફાયર ઓફિસર, એક એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 2 ડીએફઓ અને એ એટીઓ તથા 20 ફાયર ફાઈટર જોડાયા હતા.

કાટમાળમાં ફસાયેલાઓના નામ
ખેમચંદ ઈશ્વરભાઈ નાગર (ઉ.વ. 72) (મોત થયું છે)
અજય જેઠાભાઈ નાગર (ઉ.વ. 43)
વિજય જેઠાભાઈ નાગર (ઉ.વ. 38)

આ પણ વાંચો : જન્મ દિવસના કાર્યક્રમમાં માતાને યાદ કરી ભાવુક થયા વડાપ્રધાન મોદી

Back to top button