એર ઈન્ડિયા બાદ હવે ઇન્ડિગોની ફ્લાઇટમાં એર હોસ્ટેસ સાથે ગેરવર્તણૂક


દિલ્હી-પટણા ઇન્ડિગો ફ્લાઇટમાં ત્રણ યુવકોએ દારૂના નશામાં કર્યો હંગામો. આ દરમિયાન એર હોસ્ટેસે તેમણે સમજાવવાનો પ્રયાસ કરતા તેની સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. તેમજ એર હોસ્ટેસ સાથે ખરાબ વ્યવહાર અને છેડતી પણ કરી હતી. પાયલોટની ફરિયાદ અનુસાર ત્રણેયે મારપીટ કરી હતી. પાયલોટે પટણા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી છે. આ ફ્લાઇટ 6E-6383 રવિવાર રાત્રે 8.55 વાગ્યે પટણા એરપોર્ટ પહોંચી હતી. પોલીસ અનુસાર, બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ત્રણેય બિહારના રહેવાસી, બીજા પેસેન્જરે પણ ફરિયાદ કરી
ફરિયાદ અનુસાર, ત્રણેય યુવકોએ ફ્લાઇટમાં બેસતાની સાથે વિવાદ શરૂ કર્યો હતો. એર હોસ્ટેસે બુમો ના પાડવા કહ્યુ હતુ તો ઝઘડો કરવા લાગ્યા હતા. ત્રણેય બિહારના રહેવાસી છે, તેમના નામ રોહિત કુમાર, નીતિન કુમાર અને ત્રીજાનું નામ પિન્ટૂ કુમાર છે. પુરી રીતે નશામાં ધૂત હતા. આ ત્રણેયને કારણે ફ્લાઇટમાં સવાર અન્ય પેસેન્જરોએ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
આ પણ વાંચો : ગુજરાત પોલીસની આજથી મેગા ડ્રાઈવ, જાણો વ્યાજખોરોનો કેવો હોય છે ‘ત્રાસ’ ?
એક સાથી એરપોર્ટથી ફરાર થયો
આ આખી ઘટના બાદ પાયલોટે એરપોર્ટ ઓથોરિટી અને CISFને તેની જાણ કરી હતી, તેમણે એરપોર્ટ પર બહાર નીકળ્યા પહેલા જ રોકવામાં આવ્યા હતા. ત્રણેયે ખુદને એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોવા અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષના ખાસ માણસ ગણાવ્યા હતા. જોકે, આ વચ્ચે ત્રીજો સાથી પિન્ટૂ કુમાર તક જોઇને ફરાર થઇ ગયો હતો. જ્યારે CISF તરફથી એરપોર્ટ પોલીસ સ્ટેશનની પોલીસને જાણકારી આપવામાં આવી તો ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી હતી.