

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મોંઘવારીએ માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે દરેક ચીજવસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે ઘણા સમયથી સીએનજીના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે CNG વાહન ચાલકો માટે સારા સમાચાર મળી રહયા છે. અદાણીએ CNGના ભાવમાં ઘટાડો કર્યો છે. CNG ગેસના પ્રતિ કિલો ભાવમાં 3.48 રૂપિયાની રાહત આપાવમાં આવી છે. ભાવ ઘટાડા બાદ CNG ગેસનો નવો ભાવ 83.90 રૂપિયા પ્રતિ કિલો થયો છે.
સીએનજી વાહનચાલકોમાં આનંદો
સતત ભાવ વધારાના પગલે લોકો પેટ્રોલ અને ડીઝલ ગાડી છોડી સીએનજી તરફ વળ્યા હતા. પરંતુ સીએનજીનો ભાવ પણ 90 રૂપિયા સુધી પહોંચતા સીએનજી વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. જો કે હવે અદાણીના ગેસમાં ભાવમાં ઘટાડો થતાં સીએનજી વાહન ચાલકોને પણ મોટી રાહત મળી છે. અને આ નિર્ણયથી સીએનજી વાહનચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે