પાલનપુર : ભાભર – સુઈગામ હાઈવે પર બે બાઈક સામે સામે ટકરાતા યુવકનું કમકમાટી ભર્યું મોત


- અબાળા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો
પાલનપુર : ભાભર – સૂઇગામ હાઇવે રોડ રૂની ગામ સુધીનો માર્ગ ઉબડ ખાબડ બની ગયો હોવાથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. જેને લઇને આ માર્ગ પર સતત અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં કેટલાય નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યાં છે. ભાભર – સૂઇગામ હાઇવે રોડ રૂની ગામ પાસે ફરી 19 તારીખની રાત્રે અબાળા પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇક સામસામે ટકરાતા એક યુવકનું ઘટના સ્થળ પર મોત થયું હતું. જ્યારે બીજો યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં ભાભર – સુઈગામ હાઈવે ઉપર અબાળા પાટીયા નજીક બે બાઈકો ઉપર બે યુવાનો આવી રહ્યા હતા. ત્યારે બંને બાઈકો સામ સામે આવી જતા જોરદાર રીતે ટકરાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત દરમિયાન ભાભર તરફથી આવતા અબાળા ગામનો 22 વર્ષનો યુવક ઠાકોર પ્રહલાદજી અભાજી ગંભીર રીતે ધાયલ થતાં તેનું સ્થળ ઉપરજ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બાઈક ઉપર સવાર ઉચોસણ ગામનો અને હાલ ભાભર રહેતો યુવક ઠાકોર સુરેશજી માનાજીને ગંભીર ઈજાઓ થતાં તેને 108 દ્વારા ભાભર રેફલર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે આગળ રીફર કરવામાં આવ્યો હતો. બંને યુવકો પરણીત હોવાનું જાણવા મળેલ છે. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. જ્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી મૃતકની લાશનું પી. એમ. કરી પરીવારને સોંપવામાં આવી હતી.
આ પણ વાંચો : પાલનપુર: ડીસામાં મોટીવેશનલ સ્પીકર બ્રહ્માકુમાર શક્તિરાજ ભાઈનો મનની વિરાટ શક્તિ પર યોજાયો અધ્યાત્મ સમારંભ