ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશી તમિલ સંગમમ માટે રજીસ્ટ્રેશન શરૂ, 8 ડિસેમ્બર સુધી કરી શકાશે અરજી

નવી દિલ્હી, 28 નવેમ્બર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસ (IIT મદ્રાસ) એ 27 નવેમ્બરથી કાશી તમિલ સંગમમ ( KTS) ફેઝ 2 માટે રજીસ્ટ્રેશન પોર્ટલ શરૂ કર્યું છે. કાશી તમિલ સંગમમ કાર્યક્રમની બીજી આવૃત્તિ 17થી 30 ડિસેમ્બર સુધી યોજાશે. તમિલનાડુ અને પુડુચેરીના રસ ધરાવતા લોકો 8 ડિસેમ્બર સુધીમાં kashitamil.iitm.ac.in પર KTS માટે અરજી કરી શકે છે. KTSએ તમિલનાડુ અને વારાણસી વચ્ચેના વર્ષો જૂના સંબંધોને ઉજવવા માટે શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત એક મહિનાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે.

દક્ષિણ ભારતથી 1400 લોકો કાર્યક્રમમાં ભાગ લેશે

બીજા ફેઝના પ્રસ્તાવ મુજબ, તમિલનાડુ અને પુડુચેરીના લગભગ 1,400 લોકો આઠ દિવસની સફર માટે વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ખેડૂતો, કારીગરો, વેપારી અને ઉદ્યોગપતિઓ તેમજ ધાર્મિક, લેખકો અને વ્યાવસાયિકોને સાત જૂથોમાં વહેંચવામાં આવશે. દરેક જૂથમાં લગભગ 200 લોકો હશે. આ સાતેય સમૂહને પવિત્ર નદી ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, નર્મદા, ગોદાવરી અને કાવેરીના નામ પરથી રાખવામાં આવશે.

વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે

આ કાર્યક્રમ માટે શિક્ષણ મંત્રાલય નોડલ મંત્રાલય હશે. પ્રથમ તબક્કામાંથી પ્રાપ્ત થયેલી જાણકારીનો લાભ ઉઠાવવા અને સંશોધન માટે તેમની પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને IIT મદ્રાસ યુપીમાં ટીએન અને BHUમાં અમલીકરણ એજન્સી તરીકે કામ કરશે. આ કાર્યક્રમમાં મુસાફરી માટે વારાણસી માટે 2 દિવસ જ્યારે પ્રયાગરાજ અને અયોધ્યા માટે 1-1 દિવસ ફાળવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વારાણસીમાં નમો ઘાટ ખાતે તમિલનાડુ અને કાશીની સંસ્કૃતિનું મિશ્રણ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.તેમજ જ્ઞાનના વિવિધ ક્ષેત્રો જેમ કે સાહિત્ય, પ્રાચીન ગ્રંથો, તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, સંગીત, નૃત્ય, નાટક, યોગ, આયુર્વેદ, હાથશાળ, હસ્તકલા, તેમજ આધુનિક વિષયો પર શૈક્ષણિક આદાનપ્રદાન – પરિસંવાદો, ચર્ચાઓ, પ્રવચનો થશે.

કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન શરૂ

IIT મદ્રાસ દ્વારા તમિલનાડુની ઓળખ કરાયેલી સંસ્થાઓ સાથે સંકલન કરીને સમર્પિત જાગૃતિ સર્જન અને આઉટરીચ પ્રવૃત્તિઓનું આયોજન કરાશે. જેમાં વર્કશોપ, સેમિનાર, બેઠકો અને અન્ય આઉટરીચ અભિયાન કાર્યક્રમો 1 થી 31 ડિસેમ્બર સુધી યોજાશે. જો કે, IIT મદ્રાસે કાર્યક્રમમાં ભાગ લેવા KTS પોર્ટલ પર તમિલનાડુ અને પુડુચેરીના લોકો પાસેથી અરજીઓ મંગાવી છે. અગાઉ, કાશી તમિળ સંગમમની પ્રથમ આવૃત્તિ સંપૂર્ણ સરકારી અભિગમ સાથે 16 નવેમ્બરથી 16 ડિસેમ્બર સુધી 2022 યોજાઇ હતી. ત્યારે તમિલનાડુના 2500થી વધુ લોકો 8 દિવસના પ્રવાસે વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યા ગયા હતા.

આ પણ વાંચો: દેવ દિપાવલી નિમિતે કાશીના ઘાટ 12 લાખ દીવાઓથી ઝળહળશે, 70 દેશોના રાજદૂતો રહેશે હાજર

Back to top button