

અમદાવાદઃ રક્તદાન એ મહાદાન છે એવું એટલા માટે કહેવાય છે કે, રક્તદાતા એક વખત રક્તદાન કરીને ત્રણ વ્યક્તિને જીવનદાન આપી શકે છે .આ એક એવું દાન છે કે દાન આપનાર ને અભિમાન નથી થતું અને સ્વીકારનાર ને તેનો સંકોચ નથી થતો, આ પકંતિને ખરા અર્થમાં સાર્થક કરવાનો પ્રયાસ અમદાવાદના એન.જી.ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે.
અમદાવાદના નામાંકિત એવા એન.જી ગ્રુપના CMD અને ફાઉન્ડર સ્વ. નરસિંહભાઈ પટેલની દ્રિતિય પુણ્યતિથિ નિમિત્તે મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એન.જી.ગ્રુપ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બે અલગ-અલગ સ્થળ પર રક્ત દાન કેમ્પ યોજાયો હતો. જેમાં એન.જી.ગ્રુપ સાઈટ ઓફિસ ગેલોપ્સ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, મેલડી માતાજીના મંદિર સામે બાવળા હાઈવે ખાતે યોજાયો હતો. આ ઉપરાંત એન.જી.ગ્રુપ, એસ્ટ્રોન ટેક પાર્ક, ઈસ્કોન મંદિર સામે એસ.જી. હાઈવે ખાતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં 200થી વધુ લોકોએ રક્ત દાન કર્યું હતુ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં દાતાઓ દ્વારા રક્તદાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી. તેમજ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
N.G ગ્રુપના CMD,ફાઉન્ડર સ્વ. નરસિંહભાઈ પટેલની દ્રિતિય પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી બની માનવ સેવા અર્થે બ્લડ ડોનેટ કરીને સમાજના જવાબદાર નાગરિક તરીકેની જે ભૂમિકા અદા કરવા બદલ N.G ગ્રુપ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
રક્તદાન બાદ શું કહ્યું રક્તદાતાઓએ જાણો

મેગા બ્લડ ડોનેશન કેમ્પની જુઓ કેટલીક તસવીરો
N.G પટેલ ગ્રુપ દ્રારા જે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો, તે ખુબ જ સારો હતો, અહીંયા ખુબ સારી સગવડ હતી,ચા-કોફી,નાસ્તો તથા ડૉકટર દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દરેક વ્યકિતિએ રક્ત દાન કરવું એ નૈતિક કર્તવ્ય છે. N.G ગ્રુપ દ્વારા સમયાંતરે સમાજ ઉપયોગી ઘણી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.

જીવનનું ચાલક બળ એટલે રકત. જીવન- મરણની ઝંઝાવતોમાં અટવાયેલા માનવને લોહીનું એક ટીપું નવજીવન બક્ષે છે. એમ કહી એન.જી.ગ્રુપ અને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીએ રક્તદાતાઓની સરાહના કરી હતી.
રક્તદાન શિબિરમાં સહભાગી બનેલી કંપનીઓની યાદી: એ બી એન્ટરપ્રાઇઝ, આલોક બિલ્ડર્સ, એ આર બી આઈ ડી, એવલોન કોટયાર્ન ઇમ્પેક્સ એલએલપી, ધ્રુવ અર્થમૂવર્સ, ગબ્બર પ્લાસ્ટિક એન્ડ પેકેજિંગ માક કો, આઈ બી સી સી ઈન્ડસ્ટ્રીઝ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, કિટન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, મેઘમણી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઓમિશ લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ, પી એસ પી એફ,રાજ લક્ષ્મી ટ્રેડર્સ, આર પી એસ બોઇટેક પ્રાઇવેટ લિમિટેડ, એસએમ ઇલેક્ટ્રિકા, સચ્ચાડે ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, એસએમસી ન્યુમેટિક (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, અને ઇન્ફિનિટી રિટેલ લિમિટેડ સહિતની કંપની સહભાગી બની હતી.