ટ્રેન્ડિંગમનોરંજનવિશેષ

પ્રખ્યાત ટીવી અભિનેત્રી આશા શર્માનું નિધન, 88 વર્ષે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ – 25 ઑગસ્ટ :   મનોરંજન જગતમાંથી દરરોજ દુખદ સમાચાર આવતા રહે છે. આ દરમિયાન ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે, જે તમને મોટો આંચકો આપશે. અહેવાલ છે કે ‘કુમકુમ ભાગ્ય’ની પ્રખ્યાત ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી આશા શર્માનું નિધન થયું છે. તેઓ સીરિયલમાં દાદીના પાત્રથી ચર્ચામાં આવ્યા હતા. તેમના નિધનથી ટીવી અને ફિલ્મ ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. આશા શર્મા ઓમ રાઉતની ‘આદિપુરુષ’માં નાની ભૂમિકામાં જોવા મળ્યા હતા, જેમાં પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન મુખ્ય ભૂમિકામાં હતા.

પ્રખ્યાત ટીવી અભિનેત્રીનું નિધન
લોકપ્રિય ટીવી અને ફિલ્મ અભિનેત્રી આશા શર્માનું 25 ઓગસ્ટ, રવિવારના રોજ નિધન થયું હતું. તે લાંબા સમયથી ચાલતા ધારાવાહિક ‘કુમ કુમ ભાગ્ય’માં તેમની ભૂમિકા માટે જાણીતા હતા. પ્રખ્યાત ટીવી અભિનેત્રી આશાના નિધનના સમાચાર આજે CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન) દ્વારા તેના સત્તાવાર X હેન્ડલ પર શેર કરવામાં આવ્યા છે. આશા શર્મા ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એવું નામ છે કે તેમનું નામ સાંભળતા જ તેમનો હસતો ચહેરો આપણી આંખો સામે આવી જાય છે. તેઓ આ વર્ષે ઓક્ટોબરમાં 88 વર્ષના થઈ જશે.

આશા શર્માના મૃત્યુનું કારણ
CINTAA એ આશા શર્માના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ 25 ઓગસ્ટ, 2024 ના રોજ બપોરે 3:01 વાગ્યે પોસ્ટ કરવામાં આવી હતી. તેમણે લખ્યું, ‘#cintaa આશા શર્માના નિધન પર શોક વ્યક્ત કરે છે.’ ઉલ્લેખનીય છે કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આશા ફિલ્મો અને ટેલિવિઝન શો બંનેમાં માતા અને દાદીની ભૂમિકા ભજવવા માટે જાણીતૈ હતી. ધર્મેન્દ્ર અને હેમા માલિનીની ફિલ્મ ‘દો દિશાં’માં તેમની ભૂમિકા માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં પ્રેમ ચોપરા, અરુણા ઈરાની અને નિરુપા રોય જેવા મહાન કલાકારો પણ હતા.

આશા શર્માની આ છેલ્લી ફિલ્મ હતી
આશા શર્મા ‘મુઝે કુછ કહેના હૈ’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘હમ તુમ્હારે હૈ સનમ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે છેલ્લે પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’માં જોવા મળ્યા હતા. તે ‘કુમકુમ ભાગ્ય’, ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ અને ‘એક ઔર મહાભારત’ જેવા ટીવી શોનો પણ ભાગ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : છોકરાના પેટમાંથી નીકળ્યા છરી, નેઇલ કટર, ચાવી સહિત અન્ય ધાતુની વસ્તુઓ; ઓપરેશન કરનાર ડોક્ટરો પણ થાય ચકિત 

Back to top button