ટ્રેન્ડિંગનેશનલ

નિઠારી કેસના આરોપી મોનિન્દર સિંહ પંઢેર જેલમાંથી મુક્ત

Text To Speech

નિઠારીકાંડનો આરોપી મોનિન્દર સિંહ પઢેરને લુક્સર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આ વર્ષે જૂન મહિનામાં તેને ગાઝિયાબાદની ડાસના જેલમાંથી લુક્સર લાવવામાં આવ્યો હતો. બીમારીના કારણે તેને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. નિઠારીમાં મોનિન્દરના ઘરની પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઇલાહાબાદ હાઈકોર્ટે નિઠારીકાંડમાં સીબીઆઇ કોર્ટમાં ફાંસીની સજા પામેલા સુરેન્દ્ર કોલી અને મોનિન્દર સિંહ પંઢેરને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે કહ્યું હતું કે, બંને આરોપીઓ વિરુધ્ધ કોઇ સાક્ષી કે પ્રત્યક્ષ પુરાવા નથી. પોલીસ આરોપ સાબિત કરવામાં નિષ્ફળ નીવડી છે. તપાસ ખૂબ જ ખરાબ હતી. પુરાવા ભેગા કરવાની મૌલિક પ્રકિયાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આરોપીની અપીલ પર નીચલી કોર્ટમાં નિષ્પક્ષ સુનાવણી થઇ નથી. સીબીઆઇ કોર્ટે 13 ફેબ્રુઆરી 2009ના રોજ બંનેને દુષ્કર્મ અને હત્યાના આરોપમાં ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

નોઇડાના સેક્ટર-31 ના નિઠારી ગામમાં 2004માં ગામની સગીર છોકરીઓ એકાએક ગુમ થવા લાગી હતી. તેમના પરિવારજનો પોલીસ પાસે જતા પોલીસ ફરિયાદ લેતી ન હતી. આ દરમિયાન પાયલ નામની છોકરી ગુમ થઇ ગઇ. તેના પિતા નંદલાલે મોનિન્દર સિંહ પંઢેર પર શંકા જતા તેની વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ પોલીસે નંદલાલને પોતાની દીકરી પાસે દેહવ્યાપાર કરવાનો આરોપ લગાવીને ભગાડી દીધો. નંદલાલે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા.

કોર્ટે ફરિયાદ દાખલ કરવાની સૂચના આપીને પોલીસને તપાસ કરવા આદેશ કર્યો. પોલીસને નિઠારીમાં મોનિન્દર સિંહ પઢેરના ઘરની પાછળ નાળામાંથી માનવ હાડપિંજર મળ્યા હતા. પોલીસે આ મામલે મોનિન્દર સિંહ અને તેના નોકર સુરેન્દ્ર કોલીની ધરપકડ કરી હતી. બાદમાં કેસ સીબીઆઇને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સીબીઆઇએ બંને વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ અને હત્યાના કુલ 16 કેસ નોંધ્યા હતા.

આ પણ વાંચો: ગટર સફાઈપ્રથા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને આપ્યા નિર્દેશ, જાણો

આ પણ વાંચો: નિઠારી કાંડના આરોપીઓને અલાહાબાદ હાઈકોર્ટે દોષમુક્ત જાહેર કર્યા

Back to top button