પાલનપુરમાં છાત્રોએ ધૂમકેતુ C- 2022 E3 નો ત્રણ કલાક અવકાશી નજારો માણ્યો


પાલનપુર: સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર ખાતે એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા રાત્રે 8 કલાકે ધૂમકેતુ C/2022 E3 નિદર્શન અને આકાશ દર્શનનો કાર્યકમ કરવામાં આવ્યો આવ્યો હતો. જેમાં ખગોળશાસ્ત્રના જાણકાર ભૂપેશભાઈ જોશી તેમજ ટેલીસ્કોપ નિષ્ણાત ડો.રાકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વિવિધ નક્ષત્ર, ગ્રહ તેમજ તારાઓનો પરિચય કરાવ્યો હતો. ખાસ દર પચાસ હજાર વર્ષે દર્શન આપતા ધૂમકેતુ C/2022 E3 નું સ્થાન પણ બતાવવામાં આવ્યું હતુ. આ દિવસે ઓરેગા નક્ષત્રમાં હતો અને હાલમાં પૃથ્વીની સૌથી નજીકથી પસાર થઇ રહ્યો છે.
આ કાર્યક્રમમાં કુલ 49જેટલા કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ તથા એસ્ટ્રોનોમી ક્લબના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંદાજે ત્રણ કલાક ચાલ્યો હતો. કાર્યક્રમને સૌએ ખુબ જ રસપૂર્વક માણ્યો હતો. અને કાર્યક્રમ ખુબ સફળ રહ્યો હતો.
આ પણ વાંચો :પાલનપુરના ડીસામાં વરલી મટકાનો જુગાર રમતા 12 જુગારી પર સ્ટેટ મોનિટિંગ સેલ ત્રાટક્યું