ટ્રેન્ડિંગનેશનલ

ડરના જરુરી હૈ: મૃત્યુ આવે ત્યારે ભલભલા દુશ્મની ભૂલી જાય, જોઈ લો આ રહ્યો પુરાવો

Text To Speech

નાગપુર, 5 ફેબ્રુઆરી 2025: મૃત્યુ આવે ત્યારે ભલભલા દુશ્મની ભૂલી જાય, કંઈક આવી જ ઘટના એક સામે આવી છે. જંગલી ભૂંડનો શિકાર કરવા જતી વખતે એક વાઘ કૂવામાં જઈને પડ્યો હતો. બંને એક જ કૂવામાં પડ્યા પણ જ્યારે વાઘને લાગ્યું કે, તેનો જીવ ખતરામાં છે તો તેણે ભૂંડનો શિકાર કરવાનું ભૂલી ગયો. તે ભૂંડ સાથે એક કલાક સુધી કૂવામાં પડી રહ્યો પણ તેણે ભૂંડનો શિકાર કર્યો નહીં, જેના કારણે તે કૂવામાં પડ્યો હતો.

ભૂંડનો શિકાર કરવા જતાં કૂવામાં પડ્યો વાઘ

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પેંચ ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક વાઘ અને જંગલી ભૂંડ એક જ કૂવામાં પડ્યા હતા. વન વિભાગે ભારે મહેનત બાદ બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. નાગપુર અને મધ્ય પ્રદેશ બોર્ડર પર સિવનીમાં એક વાઘ શિકાર પર નીકળ્યો હતો અને જંગલી ભૂંડને જોતા જ વાઘે તેનો પીછો કર્યો.

ગામલોકોએ વન વિભાગને સૂચના આપી

શિકારનો પીછો કરતા વાઘ અને ભૂંડ બંને કૂવામાં પડ્યા. સવારે ગામના લોકોને ખેતરમાં આવેલા કૂવામાં જંગલી જાનવર તરત જોયા તો વન વિભાગને સૂચના આપી. ત્યાર બાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પાણીમાં પડેલા વાઘ અને જંગલી ભૂંડને ક્રેન અને ખાટલાની મદદથી રેસ્ક્યૂ કરી લીધા. આ આખી ઘટના પેંચ ટાઈગર રિઝર્વ બફર ઝોનમાં આવે છે.

આ પણ વાંચો: રતન ટાટા સાથે દોસ્તીનું શાંતનુ નાયડૂને મળ્યું મોટું ઈનામ, હવે ટાટા મોટર્સમાં મોટો રોલ નિભાવશે

Back to top button