SA vs SL : શ્રીલંકાએ ટોસ જીતીને પસંદ કરી બોલિંગ


SA vs SL : શ્રીલંકા અને સાઉથ આફીકા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ચોથી મેચમાં સાઉથ આફીકા સામે શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે.
Toss news from Delhi 📰
Dasun Shanaka calls it right at the toss and Sri Lanka will bowl first in their #CWC23 clash against South Africa 🏏#SAvSL 📝: https://t.co/biz8Wep0uu pic.twitter.com/nlyZx5xA7a
— ICC (@ICC) October 7, 2023
પિચ રિપોર્ટ
દિલ્લીની પિચમાં અહીં બેટ્સમેન અને બોલર બંનેને મદદ મળી શકે છે આ મેદાનની બાઉનડ્રી નાની છે. જેથી બેટ્સમેનને રન બનાવવામાં સરળતા રહે છે. આ મેદાન પર પહેલાં બોલિંગ કરનારી ટીમ વધુ મેચ જીતી છે.
જુના રેકોર્ડ પ્રમાણે સાઉથ આફીકાનું પલડું ભારે
આ બંને ટીમોના જુના રેકોર્ડ પર નજર કરીએ તો સાઉથ આફીકાનું પલડું ભારી છે.જેમાં ઓસ્ટ્રેલિયા સામે વનડે સીરિઝ જીતી છે. જયારે શ્રીલંકાની ટીમ એશિયા કપની ફાઈનલ મેચમાં ભારત સામે 50 રન પર ઓલઆઉટ થઈ હતી.
ટીમો :
સાઉથ આફ્રિકા- ક્વિંટન ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા(કેપ્ટન), રાસી વેન ડેર હુસેન, એડેન માર્કરમ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસન, જેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગિસો રબાડા, લુંગી એનગિડી
શ્રીલંકા- કુસલ પરેરા, પશુમ નિસાંકા, કુસલ મેન્ડિસ(વિકેટકીપર), સદીરા સમરવિક્રમા,ચરિથ અસલાંકા, ધનંજય ડિ સિલ્વા, દસુન શનાકા(કેપ્ટન), ડુનિથ વેલ્લાલાગે, મથીશા પથિરાના, દિલ્શન મધુશંકા, કાસુન રાજિથા