પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા, ભાજપ નેતાએ ગૃહમંત્રી પાસે માંગી મદદ


પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હિંસા અને સાંપ્રદાયિક તણાવની સ્થિતિ ઉભી થઇ છે. અહીંના મોમીનપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે સમુદાયો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. જે બાદ ઉગ્ર હિંસા અને તોડફોડ થઈ હતી. અનેક વાહનો અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સ્થિતિ તંગ બની હતી. અહીં, સાંપ્રદાયિક તણાવ વચ્ચે, ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કેન્દ્રીય ગૃહ પ્રધાનને પત્ર લખીને કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે.

શું છે આખી ઘટના ?
મળતી માહિતી મુજબ, મિલાદ-ઉન-નબીના અવસર ઉપર મોમીનપુરના એકબાલપુરમાં મોડીરાત્રે અચાનક હિંસા ફાટી નીકળી હતી. અહીં એક સમુદાયના લોકોએ એકબાલપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ પછી, બેકાબૂ ટોળાએ રસ્તા ઉપર પાર્ક કરેલા વાહનો સિવાય આસપાસની દુકાનોમાં તોડફોડ કરી હતી. ઘણી જગ્યાએ પથ્થરમારો અને બોમ્બ ફેંકવાના પણ અહેવાલો છે. આ પછી સમગ્ર વિસ્તારમાં RAF તૈનાત કરવામાં આવી છે.
ભાજપનો આરોપ, મમતા સરકાર પગલાં નથી લઈ રહી
મોમીનપુરમાં હિંસા અને તણાવ બાદ બીજેપી નેતા ડૉ. સુકાંત મજુમદારે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઘણા વાહનો રસ્તા પર પડેલા જોવા મળે છે. તેમણે ટોણા મારતા લખ્યું હતું કે, હિંદુMamata Banerjeeઓના તહેવાર મિલાદ-ઉન-નબીની ઉજવણી દરમિયાન શાંતિ પ્રેમી સમુદાય દ્વારા તેમની દુકાનો અને બાઇકની તોડફોડ કરવામાં આવી હતી. હંમેશની જેમ, સીએમ મમતા બેનર્જીએ કોઈ પગલાં લીધાં નહીં અને તે લોકોને ખુલ્લા છોડી દીધા.