કેરળમાં LIVE ટીવી શોમાં એક્સપર્ટ બેભાન થઈ ઢળી પડ્યા, સારવાર દરમિયાન મૃત્યુ


તિરુવનંતપુરમ (કેરળ), 13 જાન્યુઆરી: શુક્રવારે કેરળમાં દૂરદર્શનના એક સ્ટુડિયોમાં લાઈવ પ્રોગ્રામ દરમિયાન એક કૃષિ નિષ્ણાત અચાનક બેભાન થઈને ઢળી પડ્યા, જે પછી તેમનું મૃત્યું નીપજ્યું હતું. પોલીસે આ અંગે જણાવ્યું હતું. ચેનલના સૂત્રોએ જણાવ્યું કે કેરળ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના ડાયરેક્ટર રહેલા 59 વર્ષીય ડૉ. એસ.દાસ ચેનલ પર એક કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન બેહોશ થઈ ગયા હતા. આ ઘટના દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમ દરમિયાન સાંજે 6.30 વાગ્યે બની હતી. ડૉ.દાસ બેભાઈ થઈને ઢળી પડ્યા ત્યારે અચાનક જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જો કે, ડોક્ટર્સે ત્યાં તેમને મૃત જાહેર કર્યા હતા
ટીવી શોમાં વાત કરતાં અચાનક બેભાન થયા
ડૉ.દાસ ઘણી વાર દૂરદર્શનના કૃષિ પ્રોગ્રામમાં એક્સપર્ટ તરીકે એક શોનો ભાગ રહેતા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે ડૉ. દાસ શુક્રવારે સાંજે લગભગ 6.30 વાગ્યે દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. શોના એન્કરે તેમને એક સવાલ પૂછ્યો. જવાબ આપતી વખતે ડૉક્ટર અચાનક ચૂપ થઈ ગયા અને ખુરશી પર ઢળી પડ્યા. આ પછી એન્કરે તરત જ પ્રસારણ બંધ કરવાનું કહ્યું.ચેનલ સ્ટાફની મદદથી એક્સપર્ટને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો. તેમના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. તે કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા કે કેમ તે અંગે પણ કોઈ માહિતી નથી.
અની દાસ કેરળ કૃષિ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા
ડૉ. અની એસ. દાસ કોલ્લમ જિલ્લાના રહેવાસી હતા. તેઓ કેરળ લાઈવસ્ટોક ડેવલપમેન્ટ બોર્ડ (KLDB)ના મેનેજિંગ ડિરેક્ટર અને જૈવ સંસાધન અને કૃષિ સેવાઓ કેન્દ્રના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. આ ઉપરાંત તેઓ કેરળ કૃષિ યુનિવર્સિટીના કોમ્યુનિકેશન સેન્ટરમાં પ્રોફેસર પણ હતા. તેઓ અવારનવાર દૂરદર્શન પર કૃષિ સંબંધિત કાર્યક્રમોમાં નિષ્ણાત તરીકે ભાગ લેતા હતા.
આ પણ વાંચો: લાઇવ પરફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેકથી સિંગરનું મૃત્યુ થયું