

સુરતમાં શ્રવણ તીર્થ યાત્રાના નામે ઠગાઈનો કેસ સામે આવ્યો છે. જેમાં ભાજપના મહિલા સભ્યનું વધુ એક ફ્રોડ સામે આવ્યું છે. તેમાં ચારધામ યાત્રાના નામે 81 લોકો સાથે ઠગાઈ કરવામાં આવી છે. તેમજ 81 લોકો સાથે રૂ.2.43 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. તેથી મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ગુજરાત: સરકાર સ્ટેમ્પ ડયૂટીના દરમાં કરશે ઘટાડો, જાણો કોને થશે ફાયદો
અજયે શ્રવણ તીર્થ યોજનાના નામે 1200 લોકો સાથે ઠગાઈ
ભાજપના કારોબારી સભ્ય જયશ્રી લુણાગરિયા સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં સુરત શહેરમાં શ્રવણ તીર્થ યોજનાના નામે ભાજપના મહિલા સભ્યે ચારધામ યાત્રાના નામે 81 લોકો સાથે 2.43 લાખની ઠગાઈ કરી છે. તેથી 81 લોકો સાથે ઠગાઈનો ગુનો મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. તેમજ મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયશ્રી લુણાગરિયા અને પુત્ર અજયે શ્રવણ તીર્થ યોજનાના નામે 1200 લોકો સાથે ઠગાઈ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં એક વર્ષમાં ક્રિપ્ટોકરન્સી સંબંધિત ક્રાઈમનો આંકડો જાણી ચોંકી જશો
500થી વધુ મહિલાઓ પાસેથી રૂપિયા લઇ તીર્થ યાત્રા ન કરાવી
તાજેતરમાં સુરતમાં શ્રવણ તિર્થ યાત્રાના નામે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી હતી. જેમાં 500થી વધુ મહિલાઓ પાસેથી રૂપિયા લઇ તીર્થ યાત્રા ન કરાવીને છેતરપિંડી કરી હતી. આ સમગ્ર મુદ્દે ભાજપ મહિલા કાર્યકરના પુત્ર અજય લુણાગરિયા છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી અજય લુણાગરિયા વૉર્ડ નંબર 15ની મહિલા મોરચાની કારોબારી સભ્યનો પુત્ર છે. 500થી વધુ ભોગ બનેલી મહિલાઓ અને વૃદ્ધોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આરોપી અજયે અન્ય લોકોને પણ છેતરપિંડીના શિકાર બનાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.