પાલનપુર : દુકાનમાં ભૂલી ગયેલ બેગ મૂળ માલિકને પરત કરાઈ


પાલનપુરમાં બુટ ચપ્પલ ની દુકાનમાં ગ્રાહક પોતાની બેગ ભૂલી ગયા હતા. જે દુકાન માલિકે તેના મૂળ માલિકને પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પડ્યું છે. બેગમાં રૂ. 10હજારની કિંમતનો મોબાઈલ હતો.
પાલનપુરના સિમલાગેટ વિસ્તારમાં આવેલ પવન ફૂટવેર નામની દુકાનમાં શુક્રવારે અજાણ્યો વ્યક્તિ એક બેગ ભૂલી ગયો હતો. જેમાં કપડાં સહિત એક મોબાઈલ પણ હતો. જેની કિંમત લગભગ 10,000 રૂપિયા થાય છે. જે દુકાનના માલિક અને જીવદયા ફાઉન્ડેશન ના પ્રમુખ ઠાકોરદાસ ખત્રી એ નજીકના પોલીસ સ્ટેશનમાં પી. એસ.આઈ. ભગવતીબેન સુથાર પાસે જઈ આ બેગ જમા કરાવી હતી. ત્યાર બાદ બીજા જ દિવસે શનિવારના રોજ હરિસિંહભાઈ નામનો વ્યક્તિ બેગ શોધવા સિમલાગેટ વિસ્તારમાં આવ્યો હતો. ત્યારે ઠાકોરદાસ ખત્રીએ બેગ વિશે ચર્ચા કરી બેગ પરત આપેલ. બેગ પરત મળતાં હરસિંહભાઈએ દુકાન માલિકનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો :ઈન્ફોસિસના ચેરમેન મોહિત જોશીએ આપ્યું રાજીનામું, હવે સંભાળશે આ મોટી કંપનીની જવાબદારી