મહિલાઓને સાયબર ક્રાઇમથી બચાવશે આ આઠ ઉપાયો, વાંચો વિસ્તારથી


મુંબઇ, 8 માર્ચ, 2025: દેશમાં સાયબર ક્રાઇમનો વિસ્તાર સતત વધી રહ્યો છે. કોઇ પણ વ્યક્તિ માટે ડિજીટલ ફ્રોડનો સામનો કરવાનું અત્યંત કઠિન હોય છે. તેનાથી સુરક્ષિત રહેવા માટે સાવધાની અને સતર્ક રહેવુ અત્યંત જરૂરી છે. અહીં સાયબર ક્રાઇમથી બચવાના કેટલાંક પગલાં દર્શાવવામાં આવ્યા છે, જે તમને આ સ્થિતિનો સામનો કરવામાં મદદ કરશે.
1. ડીપફેક અને મોર્ફ્ડ વીડિયો બ્લેકમેઇલીંગનો સામનો કરો
જો તમે ડીપફેક અથવા મોર્ફ્ડ વીડિયો બ્લેકમેઇલીંગનો સામનો કરતા હોય તો, તરત જ સાયબર સેલની વેબસાઇટ www.cybercrime.gov.in અને સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ કરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરશો નહી. તેના સિવાય તમારા મિત્રો અને પરિવારને તેઓ પણ સતર્ક રહે તે માટે જાણ કરો.
2. મેટ્રિમોનીયલ છેતરપીંડીથી બચો
મેટ્રિમોનીયલ છેતરપીંડીની સ્થિતિમાં મેટ્રિમોનીયલ વેબસાઇટને જાણ કરો અને સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવો.
- સાયબર બુલીંગ અને સાયબર સ્ટોકિંગના કિસ્સામાં
જો તમે સાયબર બુલીંગ અથવા સાયબર સ્ટોકિંગનો સામનો કરી રહ્યા હોય તો તરત જ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવો અને સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જાણ કરો.
- બેંક અને સંબંધિત સંસ્થાને જાણ કરો
જેવો તમને ખ્યાલ આવે કે તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો, તરત જ તમારી બેંક અને નાણાકીય સંસ્થાને જાણ કરો. આ તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવામાં અને છેતરપિંડી અટકાવવામાં મદદ કરે છે.
- સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવો
તમારા નજીકના સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવો. આનાથી પોલીસને કેસની તપાસ કરવામાં અને ગુનેગારોને પકડવામાં મદદ મળશે.
- બધા પાસવર્ડ બદલો
તમારા બધા ઓનલાઈન એકાઉન્ટના પાસવર્ડ તરત જ બદલો. ખાતરી કરો કે નવો પાસવર્ડ મજબૂત અને સુરક્ષિત હોય.
- સાયબર સુરક્ષા પગલાં અપનાવો
તમારા ઉપકરણ અને ઑનલાઇન એકાઉન્ટ્સને સુરક્ષિત રાખવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો. તમારા સોફ્ટવેરને નિયમિતપણે અપડેટ રાખો.
- સાયબર બદનક્ષી સાથે વ્યવહાર કરો
જો તમે સાયબર બદનક્ષીનો સામનો કરો છો, તો તરત જ સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ કરો અને સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મને જાણ કરો.
આ પણ વાંચોઃ શ્રીખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા આજે યોજાશે ‘નારી તું નારાયણી’ કાર્યક્રમ
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD