Chhaavaનું ટ્રેલર જોઈ કેટરિનાને પતિ વિક્કી કૌશલ પર ગર્વ થયો, જાણો શું કહ્યું


- Chhaavaનું ટ્રેલર જોઈ કૈટરિના વિકી કૌશલના વખાણ કરતા પોતાની જાતને રોકી ન શકી, ઈઝાબેલ કૈફ અને સન્ની કૌશલે પણ ખૂબ વખાણ કર્યા
23 જાન્યુઆરી, મુંબઈઃ વિકી કૌશલની આગામી પીરિયડ ડ્રામા Chhaavaનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટ્રેલર 22 જાન્યુઆરીની સાંજે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેણે દરેક જગ્યાએ હલચલ મચાવી દીધી છે. ટ્રેલરમાં વિકી કૌશલ એવા અવતારમાં જોવા મળે છે કે તેને જોઈને દર્શકોના રુંવાડા ઊભા થઈ ગયા છે. ટ્રેલર જોઈને દર્શકો વિકી કૌશલના વખાણ કરતા થાકતા નથી. ઘણા સેલેબ્સે પણ છાવાના ટ્રેલર પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં કેટરિના કૈફ અને તેની બહેન ઈસાબેલ પણ સામેલ છે.
છાવાનું ટ્રેલર જોયા બાદ કેટરીનાએ કહી આ વાત
કેટરિના કૈફે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વિકી કૌશલની ફિલ્મના ટ્રેલર પર પ્રતિક્રિયા આપી હતી. ટ્રેલર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ તો ફાયર છે.’ કેટરીના કૈફની બહેન ઈસાબેલે પણ આ ફિલ્મને લઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ટ્રેલર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ખબર નથી કે 3 અઠવાડિયા કેવી રીતે રાહ જોઈશું. જસ્ટ, ટૂ..ટૂ.. ગુડ. સની કૌશલે લખ્યું છે, ગૂઝ બમ્પ્સ્ની 3 મિનિટ, આ એક એપિક બનશે તે નક્કી છે.
View this post on Instagram
રશ્મિકા મંદાનાએ પણ વિકી કૌશલના વખાણ કર્યા
ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં રશ્મિકા મંદાના પણ વિકી કૌશલના વખાણ કર્યા વગર રહી ન શકી. આ ફિલ્મમાં રશ્મિકાએ યેસુબાઈ ભોસલેની ભૂમિકા ભજવી છે. ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં રશ્મિકાએ કહ્યું, ‘આ ટ્રેલરે મને ખૂબ રડાવી છે. વિકી, તમે જે કર્યું તે શું હતું? એવું લાગે છે જાણે તે ભગવાન જેવો દેખાય છે. તે અવિશ્વસનીય છે, લાગે છે જાણે એજ છાવા છે, અભિનંદન. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
આ પણ વાંચોઃ કોલ્ડપ્લે કોન્સર્ટમાં જવાના છો? તો તમારા માટે અગત્યના સમાચાર છે