ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

તબુએ લગ્ન અને પુરુષો વિશે એવું તો શું કહ્યું કે આટલો મોટો ઈસ્યુ બની ગયો? જાણો

Text To Speech

મુંબઈ, 21 જાન્યુઆરી 2025 :    અભિનેત્રી તબુની ટીમે તાજેતરમાં જ એક નિવેદન બહાર પાડ્યું છે. તેમણે અપમાનજનક આર્ટિકલ્સની નિંદા કરી છે જે તબુ વિશે છપાયા હતા. કેટલાક ન્યૂઝ આર્ટિકલ્સમાં તબુના લગ્ન અને પુરુષો વિશે તેમના વ્યૂઝ વિશે લખ્યું છે. તબુની ટીમનું કહેવું છે આ આર્ટિકલ બનાવટી છે અને તેમાં કોઈ સત્ય નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

ખોટુ નિવેદન છાપ્યું, કોઈ સત્ય નથી
તબુની ટીમે લખ્યું, ‘કેટલીક વેબસાઈટ અને સોશિયલ મીડિયા હેન્ડલે તબુના નામ પર ખોટા નિવેદનો છાપ્યા છે. અમે એ ચોખવટ કરવા માંગીએ છીએ કે તેમણે ક્યારેય આ પ્રકારના નિવેદનો આપ્યા નથી. ફેન્સને ગેરમાર્ગે દોરવા નૈતિકતાનું ગંભીર ઉલ્લંઘન છે.

આ સિવાય તબુની ટીમે ખોટા નિવેદન આપનારા લોકો પાસે માંફીની માંગ કરી છે. તેમણે લખ્યું, ‘અમે માંગ કરી રહ્યાં છીએ કે આ વેબસાઈટ તરત જ બનાવટી આર્ટિકલ હટાવે અને તેના માટે માફી માંગે.

વાયરલ નિવેદન
આ નિવેદનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ‘તબુએ કહ્યું હતું કે તેને લગ્ન કરવામાં કોઈ રસ નથી, તેમણે પોતાના બેડ પર એક પુરુષ જોઈએ છે’

હવે અભિનેત્રીએ આ આર્ટિકલ બનાવટી ગણાવ્યા છે અને પોતાનો ગુસ્સો જાહેર કર્યોં છે.

આ ફિલ્મમાં તબુ જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી અત્યારે અક્ષય કુમારની સાથે શૂટિંગમાં વ્યસ્ત છે. તે ફિલ્મ ‘ભૂત બંગલા’માં જોવા મળશે. આ ફિલ્મમાં પરેશ રાવલ પણ જોવા મળશે. આ અગાઉ અભિનેત્રીએ ક્રુ, ભોલા, કુત્તે, દૃશ્યમ 2, ભૂલભૂલૈયા 2માં કામ કર્યું છે.

આ પણ વાંચો : હૈદરબાદમાં શરુ થયું અનોખું પોલીસ સ્ટેશન, ખાલી જમીન વિવાદ સાથે જોડાયેલા કેસો અહીં ટ્રાંસફર થશે

Back to top button