તબ્બૂ-કરીના-કૃતિના ‘ઘાઘરા’ સોંગે રીલીઝ સાથે મચાવી ધૂમ, જુઓ વીડિયો


- ‘નૈના’ની સફળતા બાદ હવે ‘ક્રૂ’ના મેકર્સે લેટેસ્ટ સોંગ ‘ઘાઘરા’ રીલીઝ કરી દીધું છે. આ ગીત બાદ દર્શકોનો ઉત્સાહ પણ વધી ગયો છે.
મુંબઈ, 13 માર્ચઃ કરીના કપૂર ખાન, તબ્બૂ અને કૃતિ સેનનની ફિલ્મ ‘ક્રૂ’ હવે થિયેટર્સમાં ઘમાલ મચાવવા તૈયાર છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું પહેલું ગીત ‘નૈના’ રીલીઝ થયું હતું. ‘નૈના’ની સફળતા બાદ હવે ‘ક્રૂ’ના મેકર્સે લેટેસ્ટ સોંગ ‘ઘાઘરા’ રીલીઝ કરી દીધું છે. આ ગીત બાદ દર્શકોનો ઉત્સાહ પણ વધી ગયો છે. ગીત રીલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી રહ્યું છે.
એનર્જીથી ભરપૂર આ ગીતમાં તબ્બૂ, કરીના અને કૃતિનું દમદાર કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે, ત્રણેય મળીને જબરજસ્ત પાર્ટી એન્થમ આપી રહ્યા છે. જે ચારેબાજુ છવાઈ ગયું છે. ઘાઘરામાં આ ત્રિપુટી પોતાની એનર્જી ફેલાવતી જોવા મળી રહી છે. દમદાર બીટ પર આ લોકો પોતાના દિલકશ મૂવ્સ બતાવી રહ્યા છે. ગીતના વિઝ્યુઅલ્સ જોઈને કોઈ પણ વ્યક્તિનું દિલ ખુશ થઈ જશે. આ સોંગમાં અભિનેત્રીઓને તેમના એલિમેન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે. ઘાઘરા ગીતમાં ઈલા અરુણના દિલ્હી શહેરમાં મેરો ઘાઘરો ઘૂમિયો ગીતના ઓરિજિનલ લીરિક્સ પણ લેવાયા છે. ગીતની શરૂઆતમાં તમને ઈલા અરુણનો અવાજ સાંભળવા મળશે. આ ગીત સિંગર રોમી અને શ્રુતિ તવાડેએ ગાયું છે. આ ગીત પાર્ટીના વાઈબ સેટ કરવા પરફેક્ટ છે.