ગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

…તભી તો સબ મોદી કો ચૂનતે હૈ, ચૂંટણી પ્રચાર માટે ભાજપે લૉન્ચ કર્યું નવું ગીતઃ જૂઓ વીડિયો

  • કોંગ્રેસે પાંચ ન્યાયનો વીડિયો જારી કર્યો
  • મહારાષ્ટ્રમાં બારામતી બેઠક પર સુપ્રિયા સુલેને ટિકિટ અપાતાં પરિવારની બે મહિલા વચ્ચે જંગ

નવી દિલ્હી, 10 એપ્રિલઃ 2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચારનો પારો સડસડાટ ઊંચે જઈ રહ્યો છે. તમામ રાજકીય પક્ષ પોતપોતાની નીતિરીતિ તથા વિચારધારા અનુસાર પ્રચાર માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે. એવા સમયે ભાજપે પણ નરેન્દ્ર મોદી સરકારની સિદ્ધિઓ તથા લોકપ્રિયતાને ઉજાગર કરતો એક નવો વીડિયો જારી કર્યો છે. (જૂઓ અહીં એ વીડિયો)

…તભી તો સબ મોદી કો ચૂનતે હૈ – એવા થીમ સાથેના આ વીડિયોમાં નરેન્દ્ર મોદી સરકારે કરેલી કામગીરી- વીજળી, પાણી, ગૅસ, રસ્તા, સાંસ્કૃતિક ચેતના, મંદિરોનું નિર્માણ અને પુનરોદ્ધાર વગેરે બાબતોને ઉજાગર કરવામાં આવી છે. ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ @BJP4India ઉપર આજે સવારે (10 એપ્રિલને બુધવારે) રિલીઝ કરવામાં આવેલા આ વીડિયો દ્વારા વડાપ્રધાનની લોકપ્રિયતા પણ દર્શાવવામાં આવી છે.

બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો પણ ચૂંટણી પ્રચારમાં જરાય કચાશ રાખવા માગતા નથી. કોંગ્રેસે પણ આજે સવારે જ એક વીડિયો જારી કરીને અગાઉ તેના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા પાંચ ન્યાય વિશે વાત કરી છે.

આ તરફ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી વચ્ચે ગઈકાલે મંગળવારે બેઠક સમજૂતી થયા બાદ શરદ પવારના એનસીપી જૂથે બેઠકોની ત્રીજી યાદી જાહેર કરી છે. અને તેમાં સૌથી અગત્યની બારામતીની લોકસભા બેઠક ઉપર શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુલે ચૂંટણી લડશે એવી જાહેરાત થઈ છે. આમ તો આ બેઠક ઉપર સુપ્રિયા સુલે ચૂંટણી લડશે એવું નક્કી હતું, પરંતુ હવે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની આ બેઠક હવે સૌથી રસાકસી વાળી થવાની છે કેમ કે આ બેઠક ઉપર NDA વતી અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યાં છે. આમ આ બેઠક ઉપર એક જ પરિવારની બે મહિલા વચ્ચેનો જંગ રસપ્રદ બની ગયો છે.

આ પણ વાંચોઃ પં.બંગાળની દક્ષિણ માલદા બેઠક પર કોંગ્રેસ, ભાજપ અને તૃણમૂલ વચ્ચે ખરાખરીનો જંગ, જાણો શું છે સમીકરણ

Back to top button