‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘બબીતા જી’એ ‘ટપ્પૂ’ સાથે સગાઈ કરી?


- તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા (બબીતા જી)અને રાજ અનડકટ(ટપ્પૂ)ની સગાઈ થઈ ગઈ હોવાના સમાચાર વહેતા થયા છે. ઘણી વખત બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા (બબીતા જી)અને રાજ અનડકટ(ટપ્પૂ)ની સગાઈ થઈ ગઈ હોવાના સમાચાર વહેતા થયા છે. 36 વર્ષીય મુનમુન અને 27 વર્ષીય રાજે આ મહિનાની શરૂઆતમાં પોતપોતાના પરિવારજનોની હાજરીમાં એકબીજાને રિંગ પહેરાવી હોવાનું સૂત્રોના માધ્યમથી જાણવા મળ્યું છે. તેમના ડેટિંગના સમાચાર ઘણા સમયથી મીડિયામાં આવી રહ્યા હતા. ઘણી વખત બંને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુનમુને પ્રખ્યાત ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાની ભૂમિકા ભજવી હતી, જ્યારે રાજે શોમાં દિલીપ જોશીના પુત્ર ટપ્પૂનો રોલ કર્યો હતો. રાજે ડિસેમ્બર 2022માં તારક મહેતા સિરિયલથી દૂર થવાની જાહેરાત કરી હતી.
સૂત્રોની વાત માનીએ તો મુનમુન અને રાજે મુંબઈની બહાર એક સાદા સમારંભમાં સગાઈ કરી લીધી હતી. બંનેએ વડોદરામાં એકબીજાને વીંટી પહેરાવી હતી. મુનમુન અને રાજના પરિવારજનોએ તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે કેમકે તેઓ પણ સમારંભમાં હાજર હતા.
રાજ જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાયો ત્યારથી તેઓ ડેટિંગ કરી રહ્યા છે. બધા જાણતા હતા કે આ સંબંધ આગળ વધશે. કેટલાક લોકોને ખાતરી હતી કે મુનમુન અને રાજ ક્યારેક લગ્ન કરશે. મુનમુન દત્તા અને રાજ અનડકટના કથિત ડેટિંગના સમાચાર સપ્ટેમ્બર 2021 માં એક અંગ્રેજી અખબારમાં પહેલી વાર છપાયા હતા. જો કે, મુનમુને આ અહેવાલને નકારી કાઢ્યા હતા અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેનો સખત શબ્દોમાં ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ ગર્ભવતી નથી સિદ્ધૂ મૂસેવાલાની માતા, જાણો શું કહ્યું સિંગરના પિતાએ?