ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

તાપસી પન્નુએ લગ્ન બાદ પહેલીવાર પતિનો ફોટો શેર કર્યો, લખ્યો આ ખાસ મેસેજ

Text To Speech
  •  પતિ મૈથિયાસ બોનો પેરિસ ઓલિમ્પિક ઓપનિંગ સેરેમનીનો ફોટો તાપસી પન્નુએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂક્યો 

મુંબઈ, 27 જુલાઇ: 33મી ઓલિમ્પિક ગેમ્સ શરૂ થઈ ગઈ છે, જેની ઓપનિંગ સેરેમનીની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર બહાર આવી રહી છે. આ દરમિયાન અભિનેત્રી તાપસી પન્નુએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીનો ફોટો શેર કર્યો છે, જેમાં તેમના પતિ મૈથિયાસ બો જોવા મળે છે. આ પ્રથમ વખત છે, જ્યારે અભિનેત્રીએ લગ્ન બાદ તેના પતિનો કોઈ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને તેના પર એક સુંદર મેસેજ લખ્યો છે. જેના કારણે આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

Taapsee Pannu
@Taapsee Pannu Story

તાપસી પન્નુએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂકીને શું મેસેજ લખ્યો? 

પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેવા પહોંચેલા પતિ મૈથિયાસ બોનો ફોટો શેર કરતી વખતે તાપસી પન્નુએ કેપ્શનમાં લખ્યું કે, “કોણે વિચાર્યું હશે! મારા ડેનમાર્ક (રાષ્ટ્રીય ધ્વજ) મેન(ઈમોજી)ને ભારત સાથે.” ઉલ્લેખનીય છે કે, તાપસી પન્નુના પતિ ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે અને હવે તે એક બેડમિન્ટન કોચ છે, જેમણે ચિરાગ શેટ્ટી અને સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી જેવા ખેલાડીઓને તાલીમ આપી છે.

તાપસી પન્નુ જઈ શકે છે પેરિસ 

મહત્ત્વપૂર્ણ છે કે, તાપસી પન્નુ તેના પતિ મૈથિયાસને સપોર્ટ કરવા પેરિસ જઈ રહી છે. તેના વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, “હવે જ્યારે તે આપણા દેશની ટીમના કોચ છે, અને સાત્વિક તેમજ ચિરાગ કદાચ ઓલિમ્પિક મેડલ લાવવાના શ્રેષ્ઠ દાવેદારોમાંના એક પણ છે,તો  હું આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે અને તેમને ઉત્સાહિત કરવા માટે વધુ પ્રેરિત અને ઉત્સાહિત છું આ ઉપરાંત, મારો જન્મદિવસ (1 ઓગસ્ટ)ની આસપાસ આવે છે, તેથી મને લાગે છે કે મારા માટે ઓલિમ્પિકમાં જવા માટેનું પૂરતું કારણ છે.”

જો અહેવાલોનું માનીએ તો તાપસી પન્નુ 29 જુલાઈએ પેરિસ પહોંચશે. વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તાજેતરમાં જ તેની ફિલ્મ “ખેલ ખેલ મેં”નું પહેલું ગીત રિલીઝ થયું છે. જ્યારે ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારીમાં છે.

આ પણ જૂઓ: ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓની આજની મેચનું સંપૂર્ણ શેડ્યૂલ: જૂઓ આ યાદી

Back to top button