T20 વર્લ્ડકપ : AUSને ઝટકો, ઓમાન સામે કેપ્ટન મિચેલ માર્શ બોલિંગ નહીં કરે
મુંબઈ, 31 મે : T20 વર્લ્ડ કપ 2024 આગામી 2 જૂનથી શરૂ થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ 6 જૂનથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. ઓમાન સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના બોલિંગ આક્રમણને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, ટીમના કેપ્ટન મિચેલ માર્શ આ મેચમાં બોલિંગ કરતા જોવા મળશે નહીં. તે માત્ર બેટિંગ કરતો જોવા મળશે. મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે આ વાતની પુષ્ટિ કરી હતી.
માર્શ બોલિંગ કેમ નહીં કરે?
નામિબિયા અને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં માર્શે અનુક્રમે 18 અને ચાર રન બનાવ્યા હતા. તે IPL દરમિયાન હેમસ્ટ્રિંગની ઈજાનો શિકાર બન્યો હતો. મેકડોનાલ્ડે કહ્યું, તેણે પોતાની જાતને ચકાસવા માટે પ્રેક્ટિસ મેચો રમી હતી. બીજી પ્રેક્ટિસ મેચમાં તેણે લાંબા સમય સુધી ફિલ્ડિંગ કરી હતી જેનાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો હશે. તે પહેલી મેચ રમશે પણ બોલિંગ નહીં કરે.
આ ખેલાડીઓ હજુ સુધી જોડાયા નથી
ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, કેમરોન ગ્રીન અને ટ્રેવિસ હેડ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી પ્રેક્ટિસ મેચમાં રમ્યા ન હતા. આ ખેલાડીઓ IPL બાદ હજુ સુધી ટીમ સાથે જોડાયા નથી. મુખ્ય કોચે વધુમાં કહ્યું, અમને ખબર હતી કે આખી ટીમ 1 જૂન પહેલા એસેમ્બલ થઈ શકશે નહીં. ઓમાન સામેની મેચ બાદ ઈંગ્લેન્ડ સામેની મેચ પહેલા ઘણો સમય બાકી છે. આ તમામ ખેલાડીઓ એકસાથે ઘણું રમ્યા છે અને તેમને લયમાં આવવાની જરૂર છે પણ તેના માટે સમય લેશે નહીં.
T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ (વિકેટમાં), ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, મેથ્યુ વેડ (વિકેટમેન), ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.