T20 વર્લ્ડ કપનો બીજો દિવસ : સ્કોટલેન્ડએ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, જ્યારે ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડને 31 રને હરાવ્યું
T20 વર્લ્ડ કપમાં સતત બીજા દિવસે મોટો અપસેટ જોવા મળ્યો હતો. આ ટુર્નામેન્ટ બે વખત જીતનાર વેસ્ટ ઈન્ડિઝને ક્વોલિફાઈંગ રાઉન્ડની પ્રથમ મેચમાં સ્કોટલેન્ડે સામે હાર મળી હતી. જ્યારે ઝિમ્બાબ્વેએ આયર્લેન્ડને 31 રને હરાવ્યું હતું. સ્કોટલેન્ડે 161 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને વેસ્ટ ઈન્ડિઝ 118 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના સાત બેટર દસના આંકડાને પણ સ્પર્શી શક્યા ન હતા. સ્કોટલેન્ડના સ્લો લેફ્ટ આર્મ બોલર માર્ક વોટે 3 વિકેટ લીધી હતી.જ્યારે ટીમ માટે જ્યોર્જ મુન્સીએ સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 66 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો : રોમાંચિક વોર્મ-અપ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પાસેથી છીનવી જીત : શમી બન્યો જીતનો હીરો
સ્કોટલેન્ડ માટે ઓપનર મુન્સેઈ અને બોલર માર્ક વોટ રહ્યાં હીરો
સ્કોટલેન્ડ તરફથી ઓપનર જ્યોર્જ મુન્સીએ 66 રનની ઈનિંગ રમી હતી, જેમાં તેણે તેની આઠમી અડધી સદી પૂરી કરી હતી. તેણે 53 બોલમાં 124.52ની સ્ટ્રાઈક રેટથી 66 રન બનાવ્યા હતા,જેમાં તેણે કુલ નવ ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે ક્રિસ ગ્રીવ્સ 16 રને અણનમ પરત ફર્યો હતો. આ બે સિવાય મેકલિયોડે 23 અને જોન્સે 20 રન બનાવ્યા હતા. ત્યાં જ વેસ્ટ ઈન્ડિઝ માટે જેસન હોલ્ડર અને અલ્ઝારી જોસેફે 2-2 વિકેટ અને સ્મિથે 1 વિકેટ લીધી હતી. આ ઉપરાંત સ્કોટલેન્ડનાં ધીમા મધ્યમ ઝડપી બોવર માર્ક વોટે સચોટે 4 ઓવરમાં 12 રન આપીને વેસ્ટ ઈન્ડિઝના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન પરત કર્યા હતા.તેણે વોટે કિંગ, જોસેફ અને સ્મિથની વિકેટ લીધી હતી.
વરસાદને કારણે રોકાઈ ગઈ હતી મેચ
વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડની મેચની શરૂઆતમાં વરસાદના કારણે મેચ થોડીવાર માટે રોકવી પડી હતી. જે વરસાદ બંધ થયા બાદ ફરી શરૂ થઈ હતી. જોકે,તેને લીધે ઓવરોમાં કોઈ કટ નહોતો થયો.
ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની બીજી મેચ
વર્લ્ડ કપના ક્વોલિફાઈંગ રાઉન્ડની ચોથી મેચ ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે રમાઈ રહી હતી, જેમાં આયર્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઝિમ્બાબ્વે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટનાં નુકસાને 174 રન બનાવ્યાં હતા. જેનાં જવાબમાં લક્ષનો પીછો કરતાં આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 9 વિકેટનાં નુકસાને 143 રન જ બનાવી શકી હતી અને ઝિમ્બાબ્વે એ આયર્લેન્ડ ને 31 રને હરાવ્યું હતું.
આયર્લેન્ડનાં બેટ્સમેનો ફ્લોપ રહ્યાં, ઝિમ્બાબ્વેનાં બોલરોનો દબદબો
ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં કુલ 174 રન બનાવ્યાં હતાં, જેમાં સિકંદર રઝાએ 82 રનની મહત્વની ઈનિંગ્સ રમી હતી. આયર્લેન્ડ તરફથી જોશુઆલિટલએ 3 અને માર્ક અડાયર તથા સિમી સિંહે 2-2 વિકેટો લીધી હતી. લક્ષનો પીછો કરતાં આયર્લેન્ડ 143 રન જ બનાવી શકી હતી. જેમાં ટીમનાં બેટ્સમેનો કંઈ ખાસ પર્ફમન્સ બતાડી શક્યાં નહોતા. ટીમ તરફથી કર્ટિસ કેમ્ફરે સર્વાધિક 27 રન બનાવ્યાં હતા. ત્યારબાદ જ્યોર્જ ડોકરેલ અને ગેરેથ ડેલનીએ અનુક્રમે 24-24 રન જ બનાવ્યાં હતા. જ્યારે ઝિમ્બાબ્વે તરફથી બ્લિસિંગ મુઝારબનીએ 3 વિકેટ, રિચાર્ડ નાગરવા અને તેંડાઈ ચટારાએ 2-2 વિકેટ અને સીન વિલિયમ્સ અને સિકંદર રઝાએ 1-1 વિકેટ ઝડપી હતી.