T-20 વર્લ્ડ કપT20 વર્લ્ડકપટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ : ભારતે SA ને આપ્યો 177 રનનો ટાર્ગેટ

Text To Speech
  • કોહલીની શાનદાર ફિફ્ટી
  • અક્ષર-શિવમની શાનદાર ઇનિંગ

બાર્બાડોસ, 29 જૂન : T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા આમને-સામને છે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન, બ્રિજટાઉનમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

કોહલીની શાનદાર ફિફ્ટી, અક્ષર-શિવમની શાનદાર ઇનિંગ

ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ ચાર્જ સંભાળ્યો અને 5માં નંબર પર બેટિંગ કરવા આવેલા અક્ષર પટેલ સાથે 72 રનની ભાગીદારી કરી હતી.

કેશવ મહારાજ અને નોર્સિયાએ 2-2 વિકેટ લીધી

આ પછી કોહલીએ 48 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ ફિફ્ટી હતી. કોહલીએ 59 બોલમાં કુલ 76 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં શિવમ દુબેએ 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. બીજી તરફ આફ્રિકા તરફથી સ્પિનર ​​કેશવ મહારાજ અને ઝડપી બોલર એનરિક નોર્સિયાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે માર્કો જેન્સેન અને કાગીસો રબાડાએ 1-1 વિકેટ લીધી હતી.

Back to top button