ભારતની જીત બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ બદલાઈ, જાણો કોણ સેમીફાઈનલના દાવેદાર ?


T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ક્રિકેટ ટીમે બાંગ્લાદેશ સામે શાનદાર જીત મેળવી છે. ભારતે વરસાદથી પ્રભાવિત મેચમાં બાંગ્લાદેશને પાંચ રનથી હરાવી ટુર્નામેન્ટમાં ત્રીજી જીત નોંધાવી હતી. આ જીતની સાથે જ ભારતે સેમીફાઈનલ તરફ મજબૂત આગેકૂચ કરી છે. ગ્રુપ-2માં રહેલી ભારતીય ટીમે આ જીત સાથે પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે.
ગ્રૂપ-2 પોઈન્ટ ટેબલઃ ભારતે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજની મેચ ઝિમ્બાબ્વે સામે રમવાની છે અને જો તે તે મેચ જીતશે તો તે સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે. ભારતનો નેટ રન-રેટ પણ ઘણો સારો છે, તેથી હવે તેમને ચિંતા કરવાની જરૂર નથી. ભારતની આ જીતે ચોક્કસપણે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે, કારણ કે હવે તેની સેમીફાઈનલમાં જવાની આશાઓ પણ ઓછી થઈ ગઈ છે.
દક્ષિણ આફ્રિકાના ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ છે. હવે જો સાઉથ આફ્રિકા તેની બાકીની બે મેચોમાં એક મેચ જીતશે તો તે પણ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. ગ્રુપ-2માંથી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો સેમિફાઈનલમાં પહોંચવા માટે પ્રબળ દાવેદાર છે.
ગ્રુપ-1 પોઈન્ટ ટેબલ: ગ્રુપ 1માં સેમીફાઈનલ માટેની રેસ ખૂબ જ રસપ્રદ રહે છે. કઈ ટીમ સેમીફાઈનલમાં પહોંચશે તે હજુ સ્પષ્ટ નથી. ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા પાસે સેમિફાઈનલમાં જવાની સારી તક છે.