સ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ 2022 ગ્રુપ 2: જો ભારત આફ્રિકા સામે હારી જશે તો ગણિત બગડશે, પાકિસ્તાનને થશે ફાયદો ?

T20 વર્લ્ડ કપ 2022 આ સમયે એક રોમાંચક વળાંક પર પહોંચી ગયો છે. દરરોજ એકથી વધુ મેચ જોવા મળી રહી છે જેના કારણે દર્શકોનો ઉત્સાહ વધી રહ્યો છે. રવિવારે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાઈ હતી, જેને ઈતિહાસ હંમેશા યાદ રાખશે. ઝિમ્બાબ્વે અહીં છેલ્લા બોલે હારી ગયું અને બાંગ્લાદેશે સેમિફાઇનલની રેસમાં પોતાની જગ્યા જીવંત રાખી.

પરંતુ આ જીત સાથે હવે ગ્રુપ-2ની રમત પણ ખુલી ગઈ છે. એટલે કે ભારતના ગ્રુપમાં સેમીફાઈનલની રેસ મુશ્કેલ બની ગઈ છે, પહેલા માત્ર ગ્રુપ-1માં જ લાગતું હતું, પરંતુ હવે ગ્રુપ-2 પણ આ દિશામાં આગળ વધ્યું છે. બાંગ્લાદેશની જીત બાદ તે પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચી ગયું છે, આવી સ્થિતિમાં ભારત માટે ચિંતા વધી શકે છે.

શું છે ગ્રુપ-2 ની સ્થિતિ..

બાંગ્લાદેશ-ઝિમ્બાબ્વે મેચ પૂરી થયા બાદ ગ્રુપ-2ના ટેબલ પર નજર કરીએ તો ભારત હજુ પણ ટોપ પર છે, પરંતુ બાંગ્લાદેશ નંબર-2 પર આવી ગયું છે. સાઉથ આફ્રિકા ત્રીજા નંબર પર છે, એટલે કે આ ત્રણેય ટીમ સેમિફાઇનલની રેસમાં સૌથી આગળ છે.

ભારત – 2 મેચ, 2 જીત, 4 પોઈન્ટ

બાંગ્લાદેશ – 3 મેચ, 2 જીત, 1 હાર, 4 પોઈન્ટ

દક્ષિણ આફ્રિકા – 2 મેચ, 1 જીત, 1 અનિર્ણિત, 3 પોઈન્ટ

ઝિમ્બાબ્વે – 3 મેચ, 1 જીત, 1 હાર, 1 અનિર્ણિત, 3 પોઈન્ટ

પાકિસ્તાન – 2 મેચ, 2 હાર, 0 પોઈન્ટ

નેધરલેન્ડ – 2 મેચ, 2 હાર, 0 પોઈન્ટ

 

જો ભારત હારી જાય તો…

જો સાઉથ આફ્રિકા રવિવારે રમાનારી મેચમાં ટીમ ઈન્ડિયાને હરાવશે તો તે ગ્રુપ-2માં ટોપ પર જશે અને ભારત નંબર 3 પર સરકી જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલનો રસ્તો મુશ્કેલ બની શકે છે. દક્ષિણ આફ્રિકા બાદ ભારતે બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વેનો પણ સામનો કરવાનો છે.

જો ભારત સાઉથ આફ્રિકા સામે હારે છે તો તેના 3 મેચમાં 2 જીત અને 1 હાર સાથે 4 પોઈન્ટ થઈ જશે. પછી તેની પાસે બે મેચ બાકી રહેશે, જો તે બંને જીતી જશે તો તે 8 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી જશે. પરંતુ જો ટીમ ઈન્ડિયા છેલ્લી બે મેચમાં એક પણ મેચ હારી જશે તો તેનું સેમિફાઈનલમાં પહોંચવું મુશ્કેલ થઈ જશે.

બાંગ્લાદેશ પાસે હાલમાં બે મેચ છે. જે ભારત-પાકિસ્તાનની છે. જો તે બંને જીતી જશે તો તે સીધી સેમિફાઈનલમાં જશે. જ્યારે તે એકમાં જીતે તો 6 પોઈન્ટ થશે અને બાદમાં નેટ-રનરેટની રમત શરૂ થશે. આવી સ્થિતિમાં ગ્રુપ-2માં કોણ સેમીફાઈનલમાં પહોંચશે તે કોઈ કહી શકે તેમ નથી.

આ પણ વાંચો : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને અરવિંદ કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું- બીજેપીની નિયત ખરાબ

Back to top button