T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

T20 વર્લ્ડ કપ 2022: ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડની મેચ વરસાદનાં લીધે ધોવાઈ, જાણો ગ્રુપ-1ની સ્થિતિ

T20 વર્લ્ડ કપ 2022માં શુક્રવારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બે મેચો રમાવાની હતી. પ્રથમ મેચમાં આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન  વચ્ચે અને બીજી ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે થવાની હતી. પરંતુ વરસાદ એટલો વિક્ષેપિત થયો કે ગ્રુપ-1ની આ બંને મેચો રદ્દ કરવામાં આવી હતી. વરસાદ એવો હતો કે બંને મેચમાં ટોસ પણ શક્ય નહોતો થયો.

આ પણ વાંચો : હવે શું પાકિસ્તાન નહીં પહોંચી શકે સેમિફાઈનલમાં ? જાણો શું છે ગણિત

બંને ટીમો માટે સેમિફાઈનલ સુધીની સફર મુશ્કેલ

મેચ રદ્દ થવાથી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંને માટે મુશ્કેલી ઉભી થઈ છે અને બંને ટીમો માટે સેમિફાઈનલ સુધીની સફર મુશ્કેલ બની ગઈ છે. મેચ રદ્દ થવાને કારણે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એક પોઈન્ટ વહેંચાઈ ગયો છે. હવે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ બંનેને માત્ર 3-3 પોઈન્ટ જ મળ્યા છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે હવે બાકીની મેચ જીતવા સિવાય અન્ય ટીમોની જીત-જીત અથવા નેટ રન રેટ પર નિર્ભર રહેવું પડી શકે છે.

બંને ટીમોનાં આગળનાં મુકાબલા 

ઓસ્ટ્રેલિયન ટીમને તેની પ્રથમ ગ્રુપ મેચમાં ન્યુઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેણે બીજી મેચમાં શ્રીલંકાને હરાવ્યું. જ્યારે બીજી મેચમાં ઈંગ્લેન્ડને ડકવર્થ લુઈસ નિયમના કારણે આયર્લેન્ડ સામે પરાજય મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ હવે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. બીજી તરફ ઈંગ્લેન્ડનો મુકાબલો શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સાથે થવાનો છે.

AFG vs IRE - Hum Dekhenge News
વરસાદે અફઘાનની આશાઓ પર પાણી ફરી વળ્યું

વરસાદે અફઘાનિસ્તાનની આશાઓ પર ફેરવ્યું પાણી 

T20 વર્લ્ડ કપમાં શુક્રવારે આયર્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી પ્રથમ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં બંને ટીમોએ એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વરસાદે અફઘાનિસ્તાનની ટુર્નામેન્ટમાં વાપસીની આશાઓ પર પાણી ફરી વાળ્યું છે. તેની છેલ્લી મેચ પણ વરસાદના કારણે રદ્દ થઈ હતી. જેથી હવે અફઘાનિસ્તાનની પણ સેમિફાઈનલ સુધીની સફર મુશ્કેલ બની ગઈ છે.

ગ્રુપ-1નાં પોઈન્ટ ટેબલમાં આયર્લેન્ડ બીજા ક્રમે 

ન્યુઝીલેન્ડ એક જીત અને એક પરિણામ વગર ટોચ પર છે. તેના ખાતામાં 3 પોઈન્ટ છે. આયર્લેન્ડ એટલા જ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. આયરિશ ટીમે 3 મેચ રમી છે. તેમાંથી એકમાં તેને જીત મળી છે, એકમાં હારી મળી છે અને એક મેચમાં પરિણામ આવ્યું નથી. તેથી તે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે.    અન્ય ટીમોની વાત કરીએ તો શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 2-2 પોઈન્ટ સાથે અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે છે.

Back to top button