આજે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ : જાણો બંને ટીમોનાં પ્લેઈંગ ઈલેવન


આજે ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ રમાઈ રહી છે. જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સેમિફાઈનમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાય રહેલ સેમિફાઈનલમાં જીતનારી ટીમ આગામી 13 નવેમ્બરે મેલર્બન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફાઈનલ રમવા ઊતરશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 28 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી પાકિસ્તાને 17 અને ન્યૂઝીલેન્ડે 11માં જીત મેળવી હતી.
બંને ટીમોનાં પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાનઃ બાબર આઝમ (કેપ્ટન) મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાન મસૂદ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જુનિયર, શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ.
ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), ડેવોન કોનવે, ફિન એલન, ગ્લેન ફિલિપ્સ, જેમ્સ નીશમ, ડેરીલ મિશેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.
વરસાદની 20% શક્યતા
ઓસ્ટ્રેલિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિડનીમાં વરસાદની 20% શક્યતા છે. જો કે, એકંદરે હવામાન સારું રહેશે. 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આનાથી બંને ટીમોના ફાસ્ટ બોલરોને ફાયદો થઈ શકે છે.
પિચ રિપોર્ટ
અત્યાર સુધી આ પીચ પર પ્રથમ ટોસ જીતનારી ટીમે બેટિંગ કરવાનું પસંદ કર્યું છે. બંન્ને ટીમોની બેટિંગ લાઇનઅપને જોતા, એક ઉચ્ચ સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય છે. આ મેદાન પર સ્કોરને ડિફેન્ડ કરવું સરળ રહે છે. તેથી ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ કરશે. મિડલ ઓવરમાં સ્પિનરોને ઘણો ફાયદો મળી શકે છે.