T20 WC વાયરલ વીડિયોઃ ‘તે નો બોલ ન હતો’ પાકિસ્તાની એક્ટર મોમિન સાકિબે શેર કર્યો ફની વીડિયો
દિવાળી પહેલા રવિવારે મેલબર્નમાં ભારતે પાકિસ્તાનને 4 વિકેટથી હરાવી દીધું છે. વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી ટીમ ઈન્ડિયાને જીત અપાવી છે. પરંતુ ‘નો બોલ’ વિવાદ હજુ થમવાનું નામ નથી લઈ રહ્યો. અનેક પૂર્વ ક્રિકેટર ઉપરાંત ફેન્સ આ મુદ્દે સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની એક્ટર મોમિન સાકિબનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મોમિન સાકિબ ‘નો બોલ’ વિવાદ પર પોતાની વાત રાખી રહ્યાં છે.
‘તે નો બોલ ન હતો’
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પાકિસ્તાની એક્ટર મોમિન સાકિબ સ્ટેડિયમમાં ભારતીય ફેન્સ સાથે ઘેરાયેલા છે. આ વીડિયોમાં તેઓ પોતાની આજુબાજુ રહેલા ભારતીય ફેન્સને કહી રહ્યાં છે કે અમ્પાયે જે બોલને નો બોલ ગણાવ્યો છે તે હકિકતમાં નો બોલ હતો જ નહીં. સાથે જ તે ઘણો જ ઈમોશનલ પણ જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં મોમિન સાકિબે લખ્યું કે તે નો બોલ ન હતો. પાકિસ્તાની એક્ટરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તો ક્રિકેટ ફેન્સ પણ સતત કોમેન્ટ્સ કરી મજા લઈ રહ્યાં છે.
View this post on Instagram
મોમિન સાકિબનો વીડિયો વાયરલ થયો
પાકિસ્તાન વિરૂદ્ધ છેલ્લી ઓવરમાં ભારતીય ટીમને મેચ જીતવા માટે 16 રનની જરૂર હતી. તે સમયે વિરાટ કોહલી અને દિનેશ કાર્તિક બેટિંગ કરી રહ્યાં હતા. પાકિસ્તાનના સ્પિનર મોહમ્મદ નવાઝ છેલ્લી ઓવર નાખી રહ્યો હતો. મોહમ્મદ નવાઝની તે ઓવરના ચોથા બોલે વિરાટ કોહલીએ સિક્સ ફટકારી, સાથે જ અમ્પાયરે તે બોલને નો બોલ ગણાવ્યો. જે બાદ પાકિસ્તાનના અનેક પૂર્વ ક્રિકેટર્સનું કહેવું છે કે તે બોલ નો બોલ હતો જ નહીં. તો પાકિસ્તાની ફેન્સ પણ સોશિયલ મીડિયામાં સતત આ વાત કરી રહ્યાં છે કે મોહમ્દ નવાઝનો તે બોલ નો બોલ હતો જ નહીં. હવે પાકિસ્તાની એક્ટર મોમિન સાકિબનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.