T20 WC : આજે ત્રણ મેચ, સેમીફાઈનલની ટિમો થશે નક્કી, જાણો ભારતનું શું થશે ?
T20 વર્લ્ડ કપ 2022માં સુપર-12 સ્ટેજનો આજે છેલ્લો દિવસ છે. રવિવારે ગ્રુપ બીની ત્રણ મેચો રમાશે. આ સાથે જ આ ગ્રુપમાંથી સેમીફાઈનલની બંને ટીમો પણ નક્કી કરવામાં આવશે. ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ ગ્રુપ 1માંથી સેમીફાઈનલમાં પહોંચી ગયા છે. બીજા ગ્રુપની પાંચ ટીમો હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે. ભારત અને દક્ષિણ આફ્રિકા સૌથી મજબૂત દાવો કરે છે. જો કે, પાકિસ્તાન પણ એવી આશા સાથે ધૂમ મચાવી રહ્યું છે કે જો ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સ કોઈ ચમત્કાર કરે તો પાકિસ્તાન માટે સેમીફાઈનલના દરવાજા ખુલી જશે.
ઝિમ્બાબ્વેને હળવાશથી નહીં લેવાઈ, પાવરપ્લેમાં સારૂ પ્રદર્શન જરૂરી
જ્યારે ભારતીય ટીમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઝિમ્બાબ્વે સામે ટકરાશે ત્યારે તેઓ જીત સાથે ગ્રુપમાં ટોચનું સ્થાન જાળવી રાખવાનું લક્ષ્ય રાખશે. કેપ્ટન રોહિત શર્માની ટીમ પાકિસ્તાનની હરાવીને ઝિમ્બાબ્વેને હળવાશથી લેવા માંગશે નહીં. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. કેએલ રાહુલે પણ બાંગ્લાદેશ સામે અડધી સદી ફટકારીને પુનરાગમનના સંકેત આપ્યા છે. આ સાથે જ ચાર મેચમાં 74 રન બનાવનાર હિટમેન રોહિત શર્મા પાસે ઝિમ્બાબ્વે સામે પોતાનો મોમેન્ટમ પાછો મેળવવાનો મોકો હશે. રોહિત સારા શોટ રમી રહ્યો છે પરંતુ નેધરલેન્ડ સામેની મેચ સિવાય તેણે અન્ય મેચોમાં વધુ રન બનાવ્યા નથી. ભારતે ચારમાંથી ત્રણ મેચ જીતી છે. ભારતીય ટીમ પાવરપ્લેમાં સારી શરૂઆત કરવા ઈચ્છશે.