T20 વર્લ્ડકપટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 WC : આયર્લેન્ડે ભારતને જીતવા માટે આપ્યો 97 રનનો ટાર્ગેટ

Text To Speech

ન્યુયોર્ક, 5 મે : આજે ભારતીય ટીમની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં આયર્લેન્ડ સામે ટક્કર છે. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં છે. મેચમાં આયર્લેન્ડે ભારતને જીતવા માટે 97 રનનો ટાર્ગેટ આપ્યો છે.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આયરિશ ટીમ 16 ઓવરમાં માત્ર 96 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આયરિશ ટીમના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરો સામે લાચાર દેખાતા હતા અને શરૂઆતથી જ તેમની વિકેટો પડતી રહી હતી. માત્ર ગેરેથ ડેલાની, જોશુઆ લિટલ, કર્ટિસ કેમ્ફર અને લોર્કન ટકર ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા.

ડેલેનીએ 14 બોલમાં સૌથી વધુ 26 રન બનાવ્યા જેમાં બે ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે લિટલે 14 રન, કેમ્પરે 12 રન અને ટકરે 10 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહને બે-બે વિકેટ મળી હતી. મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલે પણ એક-એક વિકેટ લીધી હતી.

ભારતના પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

આયર્લેન્ડની પ્લેઈંગ-11: એન્ડ્રુ બાલ્બિર્ની, પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ, બેન વ્હાઇટ.

Back to top button