સ્પોર્ટસ

T20 WC : આ તારીખે IND ની ટીમ ઓસ્ટ્રેલિયા માટે થશે રવાના

Text To Speech

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ભારતે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે અને હવે મિશન વર્લ્ડ કપની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ટીમ ઈન્ડિયાએ હજુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણી રમવાની છે. તેવામાં કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા 6 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થવાની છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે. આગામી 4 ઓક્ટોબરે સાઉથ આફ્રિકા સામે T20 સિરીઝ સમાપ્ત થશે ત્યાર બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ માટે રવાના થશે. T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ ખેલાડીઓ દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીનો ભાગ નહીં હોય, તેથી તેમને ઓસ્ટ્રેલિયા વહેલા પહોંચવાની તક મળશે. રિપોર્ટ્સ અનુસાર ટીમ ઈન્ડિયાની સાથે સ્ટેન્ડ બાય પ્લેયર્સ પણ ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે. જેમાં મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ અને દીપક ચહર સામેલ છે.

ચાર રિઝર્વ ખેલાડીઓનો ખર્ચ BCCI એ ઉઠાવવો જોઈશે

મળતી માહિતી મુજબ આઈસીસી ટુર્નામેન્ટમાં આઈસીસી દ્વારા જ ટીમોને પ્રવાસનો લાભ આપવામાં આવે છે. ભારતની 15 ખેલાડીઓની ટીમને આ તક મળશે. એટલે કે રિઝર્વમાં રહેલા ચાર ખેલાડીઓને બીસીસીઆઈએ પોતાના ખર્ચે લઈ જવા પડશે અને તેમના રહેવાની વ્યવસ્થા પણ પોતાની રીતે કરવી પડશે. ટીમ મેનેજમેન્ટે BCCIને ટીમના બાકીના ખેલાડીઓ સાથે સ્ટેન્ડબાય ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા મોકલવા કહ્યું છે. જેથી કોઈ પણ ખેલાડીને પ્રેક્ટિસ સેશન, વોર્મ-અપ મેચ દરમિયાન કોઈ સમસ્યા હોય તો સ્ટેન્ડબાય ખેલાડીને તરત જ ટીમ સાથે જોડી શકાય. મહત્વનું છે કે, છેલ્લી વખત ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી તે દરમિયાન ટીમના અડધા ડઝનથી વધુ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. બ્રિસ્બેન ટેસ્ટ દરમિયાન તે તમામ ખેલાડીઓને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યા હતા જેઓ માત્ર સપોર્ટ માટે ટીમ સાથે પહોંચ્યા હતા.

T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (WK), દિનેશ કાર્તિક (WK), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.

સ્ટેન્ડબાય ખેલાડીઓ – મોહમ્મદ શમી, શ્રેયસ અય્યર, રવિ બિશ્નોઈ, દીપક ચહર.

Back to top button