T20 WC: હાર્દિક પંડ્યાએ પાકિસ્તાન સામે રચ્યો ઈતિહાસ, T20માં આવું કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલા T20 વર્લ્ડ કપ 2022ની તેમની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને દેશને દિવાળીની ભેટ આપી છે. રસાકસી ભરી આ મેચમાં પાકિસ્તાન તરફથી 160 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ લક્ષ્યના જવાબમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને 31 રનના સ્કોર પર તેની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ વિરાટ કોહલીની ધમાકેદાર ઈનિંગના પગલે ભારતે પાકિસ્તાને હરાવ્યું છે. આ દરમિયાન હાર્દિકે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
હાર્દિક T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1000 રન અને 50 વિકેટ લેનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો છે. હાર્દિક પહેલા બોલિંગમાં શાનદાર હતો, તેણે ચાર ઓવરમાં માત્ર 30 રન આપ્યા અને પછી ત્રણ મોટી વિકેટ લીધી. આમાં તેણે શાદાબ ખાન, હૈદર અલી અને પછી મોહમ્મદ નવાઝની વિકેટ લીધી હતી. ત્યારબાદ ભારતીય ઓલરાઉન્ડર બેટમાં આવ્યો અને વિરાટ સાથે જોરદાર ભાગીદારી કરી.
મેચની વાત કરીએ તો પાકિસ્તાન તરફથી શાન મસૂદે અણનમ 52 અને ઈફ્તિખાર અહેમદે અડધી સદી ફટકારી હતી. તેના સિવાય શાહીન આફ્રિદીએ 8 બોલમાં 16 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી જ્યારે ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને એક-એક સફળતા મળી હતી.
આ પણ વાંચો : IND vs PAK : ભારતની પાકિસ્તાન સામે ધારદાર જીત, દિવાળીની દેશને ભેટ