T20 WC 2024 : ભારતનો ફ્લોપ શો, પાક.ને જીતવા 120 રનનો ટાર્ગેટ
ન્યુયોર્ક, 9 જૂન : T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. આ મેચ ન્યૂયોર્કમાં ગ્રુપ-A અંતર્ગત રમાઈ રહી છે, જેમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પાકિસ્તાનને જીતવા માટે 120 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી હરિસ રઉફ અને નસીમ શાહે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ આમિરને બે વિકેટ મળી હતી.
ભારતીય ટીમ 19 ઓવરમાં 119 રનમાં સમેટાઈ ગઈ હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવતા ટીમ ઈન્ડિયાની બેટિંગ ખૂબ જ ખરાબ રહી હતી. ટોપ ઓર્ડર, મિડલ ઓર્ડર, બધું નિષ્ફળ ગયું હતું. છેલ્લી ઓવરમાં પૂંછડીયા બેટ્સમેનોના કેટલાક રનના કારણે ભારત 119 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું હતું.
રોહિત શર્મા 13 રન, વિરાટ કોહલી ચાર રન, અક્ષર પટેલ 20 રન, સૂર્યકુમાર યાદવે સાત રન, શિવમ દુબે ત્રણ રન બનાવીને આઉટ થયા હતા, હાર્દિક પંડ્યા સાત રન બનાવીને આઉટ થયા હતા. રવિન્દ્ર જાડેજા અને જસપ્રિત બુમરાહ ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ સાથે જ અર્શદીપ સિંહ નવ રન બનાવીને રનઆઉટ થયો હતો. સિરાજ સાત રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી રિષભ પંતે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તેણે 31 બોલની ઈનિંગમાં છ ચોગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરિસ રઉફે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ આમિરે બે વિકેટ ઝડપી હતી. શાહીન આફ્રિદીને એક વિકેટ મળી હતી.
પાકિસ્તાન અમેરિકા જેવી નબળી ટીમ સામે હારી ગયું છે
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તાજેતરમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં ભારતની આ પ્રથમ મેચ હતી, જે તેણે 46 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. હવે સુકાની રોહિતે પાકિસ્તાન સામેની આ મેચમાં પણ એ જ મેચ વિનિંગ ટીમને મેદાનમાં ઉતારી છે.
બીજી તરફ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે ઇમાદ વસીમને તેના પ્લેઇંગ-11માં એન્ટ્રી આપી છે. જ્યારે આઝમ ખાનને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને અમેરિકાએ હરાવ્યું હતું. ઈજાના કારણે ઈમાદ તે મેચમાં રમી શક્યો ન હતો.
આ મેચમાં ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ-11
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન ટીમઃ મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ આમિર અને હરિસ રઉફ.