T20 WC 2022: અફઘાનિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઈ ગયું, શ્રીલંકાએ 6 વિકેટે હરાવ્યું
અફઘાનિસ્તાનની ટીમ T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર થઈ ગઈ છે. મંગળવારે બ્રિસ્બેનમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ 6 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 8 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 19મી ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
Sri Lanka live to fight another day and knock Afghanistan out of the #T20WorldCup semi-final race.#AFGvSL | ????: https://t.co/7wl55jzhXW
Head to our app and website to follow the #T20WorldCup action ???? https://t.co/76r3b73roq pic.twitter.com/EhQ90BqROh
— ICC (@ICC) November 1, 2022
અફઘાનિસ્તાનના કેપ્ટન મોહમ્મદ નબીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાન ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે 6.1 ઓવરમાં 42 રન જોડ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝ 24 બોલમાં 28 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેના પછી ઉસ્માન ગની (27) પણ જલ્દી આઉટ થઈ ગયો. ઇબ્રાહિમ ઝદરાન (22) અને નજીબુલ્લાહ ઝદરાન (18)એ ટૂંકી ઇનિંગ્સ રમી હતી. આ પછી ગુલબદ્દીન નાયબ (12) અને મોહમ્મદ નબી (13)એ અફઘાન ઇનિંગ્સને આગળ ધપાવી હતી.
અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ સરેરાશ ઇનિંગ્સ રમી હતી પરંતુ રન રેટ ધીમો રહ્યો હતો. આ જ કારણ હતું કે આખી અફઘાન ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 144 રન જ બનાવી શકી હતી. શ્રીલંકા તરફથી વાનિન્દુ હસરંગાએ ત્રણ વિકેટ ઝડપી હતી. લાહિરુ કુમારાએ પણ બે અફઘાન બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. કાસુન રાજિતા અને ધનંજય ડી સિલ્વાએ 1-1 વિકેટ મેળવી હતી.
શ્રીલંકાએ આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો
145 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર પથુમ નિસાંકા 10 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. અહીંથી કુસલ મેન્ડિસ (25) અને ધનંજય ડી સિલ્વાએ દાવને આગળ વધાર્યો હતો. ધનંજય ડી સિલ્વા 42 બોલમાં 66 રન બનાવીને છેલ્લા સમય સુધી અણનમ રહ્યો હતો. આ સિવાય ચરિથ અસલંકાએ 19 અને ભાનુકા રાજપક્ષે 18 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાન અને મુજીબુર રહેમાને 2-2 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન સામેની જીત બાદ શ્રીલંકાની ટીમ ગ્રુપ-1માં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. ટીમના 4 મેચમાં 4 પોઈન્ટ છે. હાલમાં આ ટીમ સેમીફાઈનલની રેસમાં છે.