ટોપ ન્યૂઝનેશનલસ્પોર્ટસ

T20 મેચ સીરીઝ : ભારતે શ્રીલંકાને આપ્યો માત્ર 137 રનનો ટાર્ગેટ

Text To Speech

નવી દિલ્હી, 30 જુલાઈ : ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સીરીઝની છેલ્લી મેચ પલ્લેકેલે ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શ્રીલંકાને 137 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

શુભમન અને પરાગે ટીમની કમાન સંભાળી

ભારતીય ટીમે આ મેચમાં ઘણા પ્રયોગો કર્યા જે ખોટા સાબિત થયા હતા. સંજુ સેમસનને નંબર-3 અને રિંકુ સિંહને નંબર-4 પર મોકલવામાં આવ્યા હતા, જે ફ્લોપ રહ્યા હતા. સંજુ શૂન્ય અને રિંકુ 1 રને આઉટ થયા હતા. ભારતીય ટીમે માત્ર 48 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી શુભમન ગિલ અને રિયાન પરાગે 40 બોલમાં 54 રનની પાર્ટનરશિપ કરીને ટીમની કમાન સંભાળી હતી.

જોકે, ગિલ 39 રન અને પરાગ 26 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં વોશિંગ્ટન સુંદરે 25 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. જેના કારણે ભારતીય ટીમે 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી મહિષ તિક્ષાનાએ 3 અને વાનિંદ હસરંગાએ 2 વિકેટ ઝડપી હતી. રમેશ મેન્ડિસ, ચામિંડુ વિક્રમસિંઘે અને અસિથા ફર્નાન્ડોએ 1-1 વિકેટ લીધી હતી.

Back to top button