ગુજરાતટ્રેન્ડિંગસ્પોર્ટસ

અમદાવાદમાં બે વર્ષ બાદ આજે T-20 યોજાશે, સ્ટેડિયમમાં બપોરથી મળશે પ્રવેશ

Text To Speech

અમદાવાદમાં બે વર્ષ બાદ આજે T-20 યોજાશે. જેમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ યોજાવા જઇ રહી છે. તેવામાં ક્રિકેટ પ્રેમીઓને સ્ટેડિયમમાં બપોરથી પ્રવેશ મળશે. જેમાં મેચનો પ્રારંભ સાંજે 7 વાગ્યાથી થશે. તથા હાર્દિક પંડ્યાની કેપ્ટન્સી હેઠળની આ મેચ રહેવાની છે. ભારતે બીજી મેચમાં જીત મેળવતા 1-1થી બરોબરી કરી છે. તથા આખરી મેચ જીતનારી ટીમ શ્રેણી પણ જીતશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આજે ફરી એક વખત ઠંડીનો ચમકારો, જાણો માવઠાની શું છે આગાહી 

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T-20 મેચમાં મુકાબલો

અમદાવાદમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે T-20 મેચમાં મુકાબલો થશે. T20 સીરીઝની આ ત્રીજી અંતિમ મેચ આજરોજ યોજાશે. આ મેચમાં બંને ટીમ સિરીઝ જીતવા માટે પૂરા પ્રયાસ કરશે. તે જ સમયે, અમદાવાદ પહોંચતા જ ટીમ ઈન્ડિયાનું ખૂબ જ વિશિષ્ટ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વીડિયોમાં સૌથી પહેલા ભારતીય ટીમ લક્ઝરી બસમાંથી નીચે ઉતરતી જોવા મળે છે. તે પછી કોચ રાહુલ દ્રવિડ ઓપનર બેટ્સમેન શુભમન ગિલના ગળામાં હાથ નાખતા જોવા મળે છે. આ પછી ટીમ ઈન્ડિયા સમગ્ર સ્પોર્ટિંગ સ્ટાફ સાથે હોટલની અંદર પ્રવેશ કરે છે. અહીં તમામ ખેલાડીઓનું ગળામાં શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોચ રાહુલ દ્રવિડ પહેલા હોટલમાં પ્રવેશતા જ તેના ગળામાં શાલ બાંધી દેવામાં આવે છે. જે બાદ ટીમના અન્ય ખેલાડીઓનું પણ આ જ રીતે સ્વાગત કરવામાં આવે છે.

આ પણ વાંચો: જુનિયર ક્લાર્ક પેપરલીકમાં આરોપીના મોબાઇલ ખોલશે મોટી પોલ 

મોટેરાથી મેટ્રો ટ્રેન 12.30 વાગ્યા સુધી મળશે

મેચનો પ્રારંભ સાંજે 7 વાગ્યાથી થશે. તથા પ્રેક્ષકોને 4 વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. જેમાં અમદાવાદમાં બે વર્ષ બાદ મેચને લઈ ચાહકોમાં ઉત્સાહ છે. તથા ટ્રાફિક ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તથા મોટેરાથી મેટ્રો ટ્રેન 12.30 વાગ્યા સુધી મળશે. તેમજ દર 15 મિનિટે સાબરમતી અને મોટેરાથી મેટ્રો મળશે.

આ પણ વાંચો:  ગુજરાત: હોસ્પિટલ બહાર જ પ્રસૂતિ થતા વિવાદ, જાણો કેવા પડ્યા પડઘા

ટુર્નામેન્ટની ત્રીજી અને છેલ્લી મેચ આજે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચની T20 શ્રેણી ચાલી રહી છે. આ શ્રેણીમાં બે મેચ રમાઈ છે, જેમાં બંને ટીમો 1-1થી બરાબરી પર છે. આ ટુર્નામેન્ટની ત્રીજી અને છેલ્લી મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે રમાશે. અમદાવાદમાં પોલીસ પ્રશાસને આ મેચની સુરક્ષા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.

Back to top button