ગુજરાતટ્રેન્ડિંગનેશનલમીડિયાયુટિલીટીવિશેષ

રેલવે ભરતીમાં દિવ્યાંગો સરળતાથી અરજી કરી શકે તે માટે શરૂ થઈ વ્યવસ્થાઃ જાણો

Text To Speech
  • ભારતની પ્રથમ દિવ્યાંગ અનુકૂળ ભરતી વેબસાઇટ

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બરઃ દિવ્યાંગ વ્યક્તિઓ માટે સંપૂર્ણ સુલભતા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈને અને માનનીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલા મિશન “અંત્યોદય“ને સાકાર કરવાની દિશા તરફ એક પગલું ભરતાં રેલવે મંત્રાલયે 24 સપ્ટેમ્બરને મંગળવારે દિવ્યાંગોને સુગમ્ય ભરતી વેબસાઇટ www.rrbapply.gov.in શરૂ કરી, જેનાથી દિવ્યાંગ  વ્યક્તિઓને કોઈપણ સહાય વિના રેલવેની ખાલી જગ્યાઓ માટે તેમની નોકરીની અરજીઓ ઑનલાઇન સબમિટ કરી શકશે.

આ વેબસાઈટ આંતરરાષ્ટ્રીય સુલભતા ધોરણો સાથે સંપૂર્ણ રીતે અનુરૂપ છે અને દિવ્યાંગ વ્યક્તિઓને સશક્ત બનાવવા પ્રતિ રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ વેબસાઈટનો શુભારંભ મંગળવારે મુંબઈમાં ભારતભરના તમામ રેલવે ભરતી બોર્ડના અધ્યક્ષોની સમીક્ષા બેઠક દરમિયાન રેલવે મંત્રાલયના એડિશનલ મેમ્બર (સ્ટાફ) શ્રીમતિ પ્રમીલા એચ. ભાર્ગવ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસનું સફળ ઑપરેશનઃ મધ્યપ્રદેશમાંથી લવાતાં શસ્ત્રો સાથે ત્રણ ઝડપાયા

Back to top button