અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

આખરે તંત્ર જાગ્યુ: આરોગ્ય મંત્રીએ અમદાવાદમાં વરસાદના પાણીના નિકાલ માટે બેઠક બોલાવી

શહેરમાં શુક્રવારે પડેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને પશ્ચિમના અને તેમાં પણ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં નદીઓની જેમ પાણી રસ્તા પર વહ્યા હતા. શહેરમાં 2700 કિ.મી.ના રોડ છે પણ તેની સામે વરસાદી પાણીના નિકાલ માટે માંડ 980 કિ.મી.ની સ્ટોર્મ વોટર લાઇન છે, એટલે કે વરસાદી પાણીના નિકાલ માટે માંડ 30 ટકા જગ્યામાં જ સ્ટોર્મ વોટર લાઇન નખાયેલી છે. બાકીના વિસ્તારમાં ગટરો મારફતે કે રોડ પાણી વહેતુ હોય છે, ત્યારે તંત્ર શહેરમાં શુક્રવારે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા તેને લઈને આજે રાજ્યના આરોગ્ય અને અમદાવાદ જિલ્લા પ્રભારીએ બેઠક બોલાવી છે.

  • રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમદાવાદ જિલ્લાના પ્રભારીએ અમદાવાદ શહેર સ્થિત કંમાડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને શહેરમાં પ્રવર્તમાન વરસાદના પગલે શહેરમાં ભરાતા પાણી નિકાલ માટે સમીક્ષા કરી જરુરી સુચનો આપ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge (@humdekhenge_news)

આ બેઠકમાં મેયર કિરીટભાઇ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહ તથા કોર્પોરેશનના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

નદીઓની જેમ પાણી રસ્તા પર જોવા મળતાં તંત્રએ કામગીરી હાથ ધરી:

શુક્રવારે પડેલા ભારે વરસાદથી પશ્ચિમ અમદાવાદના બોડકદેવ, સાયન્સ સિટી વિસ્તાર, થલતેજ, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સમસ્યા સર્જાઇ હતી. જોકે આ સ્થિતિનું મુખ્ય કારણ આ વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇનનો અભાવ હોવાનું જાણ‌વા મળ્યું છે.​​​​​​​ શહેરના ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના મોટાભાગના વિસ્તારમાં ક્યાંય સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં જ નથી આવી. ખાસ કરીને થલતેજ, બોડકદેવના કેટલાક વિસ્તાર, સિંધુ ભવન રોડ, બોપલ, વસ્ત્રાપુર સહિત અનેક વિસ્તારમાં સ્ટોર્મ વોટર લાઇન નથી. જેના કારણે ભારે વરસાદ પડે એ સંજોગોમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને તે લાંબા સમય સુધી ભરાઈ રહે છે.

વરસાદી પાણી આવતાં અન્ડરબ્રિજમાં જ પાણી કેમ ભરાઇ જાય છે?

શહેરમાં ચોમાસા દરમિયાન જ્યારે વરસાદ પડે છે ત્યારે અંડરબ્રિજમાં પાણી ભરાતું હોય છે. દર વર્ષે અંડરબ્રિજમાં પાણીનો નિકાલ કરવા માટે પંપ મૂકવામાં આવતા હોય છે. વરસાદની પેટર્ન બદલાઇ છે અને એક કલાકમાં ત્રણથી પાંચ ઇંચ જેટલો એકધારો વરસાદ પડી જતો હોય છે. જેના કારણે વરસાદી પાણી અન્ડરબ્રિજમાં ભરાઇ જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેલવે અને રેલવે સિવાયના શહેરમાં આવેલા કુલ 17 જેટલા અંડરબ્રિજમાં વરસાદ જ્યારે પડે ત્યારે પાણી કાઢવા માટે પંપ મૂકવા માટે મંજૂરી આપવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ સ્થાનિકોના કેવા મુજબ અંડરબ્રિજમાં રહેલા પંપ ક્યારેક કોઈ ચાલુ કરવા વાળાના હોય તો ક્યારેક તે ચાલુ થવાની હાલતમાં ના હોય ત્યારે શહેરના લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે.

આ પણ વાંચો: દિલ્હીમાં મંદિર-દરગાહ તોડવા પર BJPએ કેજરીવાલ સરકાર પર લગાવ્યા ગંભીર આરોપ

Back to top button