શામળાજીના મેળામાં સ્ત્રીઓને બળજબરીપૂર્વક સ્નાન કરાવવાની પ્રથા સામે તંત્રની ચીમકી
- કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન વ્યવસ્થા જળવાય એ માટે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
શામળાજી, 9 નવેમ્બર, 2024: ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જિલ્લામાં આગામી કાર્તિકી પૂર્ણિમાએ યોજાનાર મેળા માટે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામામાં દર્શન માટે આવનાર શ્રદ્ધાળુઓ માટે કેટલીક ખાસ સૂચનાઓ આપવામાં આવી છે, તે પૈકી એક એ છે કે આ મેળા દરમિયાન મહિલાઓને બળજબરીપૂર્વક સ્નાન કરાવવાની કેટલાક લોકોએ ઊભી કરેલી પ્રથા યોગ્ય નથી અને એવું કરનાર સામે પગલાં લેવામાં આવશે.
ભીલોડા તાલુકાના શામળાજી મુકામે તા. ૧૩/૧૧/૨૦૨૪ થી તા. ૧૫/૧૧/૨૦૨૪ સુધી કાર્તિકી પુર્ણિમાનો મેળો યોજાનાર છે. આ લોક મેળામાં ગુજરાત રાજ્ય તેમજ પડોશી રાજસ્થાન રાજ્યમાંથી મોટી સંખ્યામાં સ્ત્રી પુરૂષો ધાર્મિક વિધિ માટે એકઠા થના૨ છે. કાર્તિકી પૂર્ણિમાના મેળામાં મોટો સમુદાય એકઠો થવાની સંભાવના છે, જેથી એ બાબતને ધ્યાનમાં રાખીને મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે તેમજ મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા ગંદકી થવાની સંભાવના રહે છે.
મહિલાઓને તેમની મરજી વિરુદ્ધ સ્નાન કરવા ફરજ પાડી શકાશે નહીં
નાગધરાના સ્થળે અંધશ્રધ્ધાથી પ્રેરીત અને પ્રણાલિકાગત રીતે સ્ત્રીઓને તેમની મરજી વિરૂધ્ધ બે થી ત્રણ કલાક સુધી ઠંડા પાણીમાં સ્નાન વિધી કરાવવામાં આવે છે. આ પ્રકા૨ની પ્રવૃત્તિઓ કે જે લોકોના સ્વારથ્ય માટે હાનીકારક છે, જેથી જાહેર હિતને ધ્યાનમાં રાખીને કેટલાક સાવચેતીના પગલાં ભરવાં જરૂરી છે. આ ઉપરાંત સ્વચ્છ પાણી અને ખોરાકની સગવડ મળી રહે અને ચેપી રોગચાળા વાળા માણસોથી બચવા તેમજ રોગનો ફેલાવો થતો અટકાવવા નિયંત્રક પગલાં લેવાં જરૂરી જણાય છે. જે માટે જે.કે.જેગોડા, જી.એ.એસ. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, અરવલ્લી, મોડાસા સને ૧૯૫૧ ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૪૩(૧) થી મળેલ સત્તાની રૂએ શામળાજી ખાતે ગામના રહીશો અને મેળામાં આવનાર દરેક વ્યક્તિઓને મેળો પૂર્ણ થાય ત્યાં સુધી નીચે મુજબના નિયમોનું પાલન ક૨વા ફરમાવવામાં આવે છે.
જાહેરનામાના મુખ્ય મુદ્દા
(૧) મેશ્વો નદી બે ભાગમાં વહેચવામાં આવશે. ઉપલા ભાગમાં એટલે કે, શામળાજી મંદિર તરફનું પાણી વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો પીવા માટે ઉપયોગમાં લેવું અને નીચેના ભાગનું પાણી ન્હાવા ધોવા વગેરેના ઉપયોગમાં લેવું. ગ્રામપંચાયત શામળાજીએ અને પાણી પુરવઠા બોર્ડએ સંકલનમાં રહી સ્વચ્છ શુધ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવાની રહેશે.
(૨) કોઈ પણ વ્યક્તિએ પીવાના પાણીના માટે નક્કી કરેલી જગ્યાઓ ઉપર પોતાનાં વાસણથી પાણી ભ૨વું નહીં પરંતુ મજકુ૨ જગ્યાએ ડોલ, બાલ્દી મુકવામાં આવેલી હશે તેનાથી પાણી ભરવું.
(૩) મેશ્વો સરોવ૨ના કાંઠેથી ઉતરી ભાગમાં સરોવરમાં ન્હાવા ધોવા કે અન્ય રીતે પાણીનો ઉપયોગ ક૨વો નહિ
(૪) મંદિ૨ના કુવામાં તેમજ પાણી ભરવાના બીજા કુવામાં ગ્રામ પંચાયતે જરૂરી દવા નાખવી તથા કાદવ કીચડ વાળી જગ્યાએ દવા છાંટવી.
(૫) મેળામાં જે થળ નક્કી કરવામાં આવેલા છે અને મેળો જે જગ્યાએ ભરાય છે તે જગ્યામાં કે તેની નજીક કોઇ પણ વ્યક્તિ કુદ૨તી હાજતે જઈ શકશે નહીં પરંતુ તે માટે નિયત કરેલી જગ્યાએ જવું.
(૬) સડી ગયેલાં ફળો તેમજ મનુષ્યને ઉપયોગમાં લેવા માટે લાયક ન હોય તેવા ખોરાક તેમજ પીણાં વેચવાનું અને આ પ્રકારના સડી ગયેલાં ફળો, ખોરાક તથા પીણાં હાજર રહેલા રોનેટરી ઇન્સપેકટર તેમજ ફરજ બજાવતા પોલીસ કર્મીઓ નાશ કરી શકશે.
૭) ફ૨જ ઉપ૨ હાજ૨ ૨હેલા સેનેટરી ઇન્સપેકટરોને હોટલ/લોજના માલીકોને તથા બીજા દુકાનદારોને ચોખ્ખાઇ, તંદુ૨સ્તીને લગતી તથા બીજી સુચનાઓ આપવા અધિકાર સોપેલ છે અને તેમના દ્વારા અપાયેલી સૂચનાઓનો ઉપર દર્શાવેલાં એકમોના માલીકોએ તાત્કાલીક અમલ ક૨વાનો રહેશે.
(૮) ફરજ ઉપર હાજર રહેલા સેનેટરી ઇન્સપેકટરો તેમજ ખોરાક ઔષધ નિયમનતંત્રના અધિકૃત કરેલા અધિકારી દ્વારા મેળામાં આવેલી બધી હોટલો, લોજો, વીશીઓ તેમજ મીઠાઈની દુકાનો તપાસી શકશે અને જરૂર જણાયે ખાધ પદાર્થોના સેમ્પલ લઈ ચકાસણી કરી શકાશે.
(૯) મેળામાં આવનાર દરેક વ્યક્તિ શારીરિક તપાસને પાત્ર રહેશે અને કોઈ વ્યક્તિને પ્લેગ, બળીયા, કોલેરા અગર બીજા કોઈ ચેપી રોગો થયેલા જણાશે તો તેને ત્યાંથી તરત જ જુદા રાખવામાં આવશે અથવા મેળાનું સ્થળ તાત્કાલીક છોડી દેવું પડશે.
(૧૦) કોઈ પણ વ્યક્તિએ વાવમાંથી પાણી ભરવા વાવમાં ઉતરવું નહીં.
(૧૧) મેળામાં નાગ ધરાના સ્થળે બહેનો સ્નાન વિધી સવારના ૬-૦૦ કલાકથી સાંજના ૬-૦૦ કલાક સુધી કરી શકશે. આ સિવાયના સમયે આ સ્થળે બહેનો સ્નાન કરી શકશે નહીં
(૧૨) ઉપરોકત સ્નાન વિધીમાં પુરૂષો તેમજ સ્ત્રીઓએ અલગ અલગ નક્કી કરેલા સ્થળોએ સ્નાન વિધી કરવાની રહેશે. જેમાં સ્ત્રીઓ માટે નક્કી કરેલા વિભાગમાં કોઈ પુરૂષ પ્રવેશ કરી શકશે નહીં. બહેનો સાથે તેમના નાની ઉંમરના બાળકોને લઇ જઇ શકશે.
(૧૩) કોઈ પણ સ્ત્રીને કોઈ પુરૂષ અથવા રસ્ત્રી સ્નાન કરવા દબાણ કરી શકશે નહીં અને તે માટે મૌખિક અથવા શારીરિક રીતે બળનો ઉપયોગ કરી શકશે નહીં. સ્ત્રી પોતાની મરજીથી જ સ્નાન કરી શકશે
(૧૪) સ્નાન વિધી દરમિયાન મહિલાઓની ફોટોગ્રાફી/વીડીયોગ્રાફી/મોબાઈલ ફોટોગ્રાફી રેકોર્ડીંગ કરી શકશે નહીં અને નાન વિધીના સ્થળે કેમેરા અથવા વીડીયો ગ્રાફીના સાધનો કે તેવી સુવિધાયુકત મોબાઈલ ફોન લઇ જઈ શકશે નહીં.
સજાની જોગવાઈ
ઉપરોકત બતાવેલા નિયમોનો કોઇ પણ વ્યક્તિ ભંગ ક૨શે તો ગુજરાત પોલીસ ધારાની ક્લમ -૧૩૯ મુજબ ત્રણ માસ સુધીની કેદની અથવા બસો રૂપિયા સુધીના દંડની અથવા એ બંને પ્રકારની શિક્ષાને પાત્ર રહેશે. આ હુકમ અન્વયે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા ક્ષેત્રાધિકાર ધરાવતા પોલીસ સબ-ઈન્સપેક્ટર તથા તેનાથી ઉપ૨ના દ૨જ્જાના તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ ક૨નાર ઈસમો વિરૂધ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૯ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત ક૨વામાં આવે છે.
આ હુકમ તારીખ- ૧૩/૧૧/૨૦૨૪ના ૦૦-૦૦ કલાકથી તા. ૧૬/૧૧/૨૦૨૪ના ૨૪-૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચોઃ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિ-શતાબ્દી મહોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહ્યા