ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

સિડની ટેસ્ટઃ ઑસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ, ભારતને મળી 4 રનની લીડ

Text To Speech

સિડની, તા. 4 જાન્યુઆરી, 2025: ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટ રમાઈ રહી છે. શનિવારે મેચનો બીજો દિવસ છે. ભારતીય ટીમ ગઈકાલે પ્રથમ દાવમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આજે ઑસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જેથી ભારતને  ચાર રનની લીડ મળી હતી.

ઓસ્ટ્રેલિયાએ છ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે કેપ્ટન બુમરાહ મેચ છોડીને સ્કેન માટે હોસ્પિટલ ગયો હતો. બુમરાહની ગેરહાજરીમાં ભારતના બાકીના ઝડપી બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને બાકીની ચાર વિકેટ ઝડપથી મળી હતી. બુમરાહની ગેરહાજરીમાં કોહલી ટીમનું નેતૃત્વ કર્યું હતું. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે નિતીશ રેડ્ડી અને બુમરાહે બે-બે વિકેટ ઝડપી હતી. ઑસ્ટ્રેલિયા તરફથી ડેબ્યૂમેન વેબસ્ટરે 57, સ્ટીવ સ્મિથે 33 રન બનાવ્યા હતા.


બીજા દિવસે બુમરાહે બનાવ્યો આ રેકોર્ડ

બુમરાહે બીજા દિવસે લાબુશેનને આઉટ કર્યો ત્યારે તે વિદેશી ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો હતો. આ સાથે બુમરાહે બિશન સિંહ બેદીનો રેકોર્ડ તોડ્યો હતો. બિશન સિંહ બેદીએ વિદેશમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં કુલ 31 વિકેટ ઝડપી હતી. બુમરાહે બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં અત્યાર સુધીમાં કુલ 32 વિકેટ લીધી છે. બુમરાહ ઓસ્ટ્રેલિયામાં શ્રેણીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો હતો. બુમરાહે પોતાની ઘાતક બોલિંગથી વિશ્વ ક્રિકેટમાં ખળભળાટ મચાવ્યો છે.

ભૂતપૂર્વ ભારતીય સ્પિનરે 1977-78 માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી શ્રેણી દરમિયાન કુલ 31 વિકેટ લીધી હતી. હવે 53 વર્ષ બાદ બુમરાહે દિગ્ગજ સ્પિનર બિશન સિંહ બેદીનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાનું વધ્યું ટેન્શન, બુમરાહ મેદાન છોડી પહોંચ્યો હૉસ્પિટલ, જૂઓ વીડિયો

Back to top button