ટ્રેન્ડિંગસ્પોર્ટસ

VIDEO: લાઈવ મેચમાં ગ્રાઉન્ડ પર દેખાયું ભયંકર દ્રશ્ય, બૉલ વાગતા પક્ષી તરફડીયા મારવા લાગ્યું

Text To Speech

મેલબર્ન, 10 જાન્યુઆરી 2025: મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બિગ બૈશ લીગની એક રોમાંચક મેચ દરમ્યાન એક અનોખી ઘટના જોવા મળી હતી. આ ઘટના સિડની સિક્સર્સ અને મેલબર્ન સ્ટાર્સની વચ્ચે રમાઈ રહી હતી. આ મેચમાં બેટ્સમેન જેમ્સ વિંસનો એક દમદાર શોટ ચર્ચાનો વિષય બન્યો છે. આ શોટ કોઈ ચોગ્ગો અથવા છગ્ગો નથી, પણ આ શોટ એક સીગલ પક્ષીને જઈને વાગ્યો હતો, જેના કારણે તે ખરાબ રીતે ઘાયલ થઈ ગયું.

વિંસના શૉટથી ઘાયલ થયું પક્ષી

આ ઘટના ગુરુવાર 9 જાન્યુઆરીએ રમાયેલી મેચની 10મી ઓવરમાં થઈ હતી. જ્યારે મેલબર્ન સ્ટાર્સના બોલિંગ જોએલ પેરિસ બોલિંગ કરી રહ્યો હતો. જેમ્સ વિંસે સામે તેજ શૉટ માર્યો. બોલ બાઉન્ડ્રી નજીક બેઠેલા સીગલ સાથે ટકરાઈને બાઉન્ડ્રીને પાર જતી રહી હતી. આ શૉટે ચાર રન તો આપ્યા, પણ વિંસ અને દર્શકોનું ધ્યાન ઘાયલ સીગલ તરફ જતું રહ્યું.

ઘટનાની તરત બાદ મેદાન પર રહેલા સિક્યોરિટી ઓફિસર્સે ઘાયલ પક્ષીને ઉઠાવવા માટો દોડ્યા. સીગલ પોતાનો પાંખો ફફડાવી રહ્યું હતું પણ તે ઉડી શકતું નહોતું. આ નજારો જોઈ ખેલાડી અને દર્શકો ભાવુક થઈ ગયા.

જેમ્સ વિંસની અડધી સદી નકામી ગઈ

ઈંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જેમ્સ વિંસે આ મેચમાં 44 બોલ પર 53 રનની શાનદાર ઈનિંગ્સ રમી હતી. તેમણે સિડની સિક્સર્સની ઈનિંગ્સને ત્યારે સંભાળી, જ્યારે ઓપનિંગ બેટ્સમેન જોશુઆ ફિલિપ સસ્તામાં આઉટ થઈ ગયો. વિંસે 14મી ઓવર સુધી એક છેડેથી ઈનિંગ્સને સંભાળી અડધી સદી પુરી કરી. જો કે આ ઓવરમાં તે માર્ક્સ સ્ટોઈનિસના હાથે કેચ આઉટ થઈ ગયો.

આ પણ વાંચો: જે પણ બોલો જોઈ વિચારીને બોલો! એક નિવેદન આપ્યું ને એક ઝાટકે ₹686640000000 સ્વાહા થઈ ગયાં!

Back to top button