આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

સિડનીઃ શોપિંગ મોલમાં છૂરાબાજી અને ફાયરિંગ, હુમલાખોર સહિત ચાર વ્યક્તિએ જીવ ગુમાવ્યા

Text To Speech

સિડની, 13 એપ્રિલ, 2024: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના એક શોપિંગ મોલમાં છૂરાબાજીની ઘટના બન્યાના સમાચાર છે. આ હુમલામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટરમાં બની હતી. છૂરાબાજી ઉપરાંત ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. સ્થાનિક પોલીસ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે અને લોકોને બચાવવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની સમાચાર વેબસાઈટ news.com.au ના અહેવાલ મુજબ, ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને છરો મારવાનું શરૂ કર્યું. જોકે મોલમાં ઉપસ્થિત પોલીસે તત્કાળ એક્શનમાં આવીને હુમલાખોર ઉપર ગોળીબાર કર્યો હતો, જેમાં હુમલાખોર માર્યો ગયો હોવાનું કહેવાય છે.

એક સાક્ષીએ news.com.au ને જણાવ્યું કે પોલીસ ઘણી દુકાનોમાં પીડિતોના જીવ બચાવવા માટે સંઘર્ષ કરતી જોવા મળી હતી, જ્યારે ભીડવાળા મોલમાં આખા ફ્લોર પર લોહી પથરાયેલું હતું. શનિવારે છૂરાબાજીની ઘટના બાદ સિડનીના વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન શોપિંગ સેન્ટરમાંથી સેંકડો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “શનિવારની સાંજે 4 વાગ્યા પહેલા વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન પર ઇમરજન્સી સેવાઓને બોલાવવામાં આવી હતી.” ઘટના અંગે પૂછપરછ અને તપાસ ચાલુ છે.

સિડની મોલ હુમલાખોર - HDNews

હુમલાખોરે આડેધડ છૂરાબાજી શરૂ કરતાં મોલની અંદરના દુકાનદારોએ લોકોનો જીવ બચાવવા તેમના શટર બંધ કરી દીધા હતા. પોલીસે જણાવ્યું કે અન્ય ઘણા ઘાયલ લોકોની હાલત ગંભીર છે. સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલી કેટલીક પોસ્ટમાં લોકો ગભરાટમાં મોલની બહાર દોડી રહેલા જોવા મળતા હતા.  પોલીસ વાહનો અને ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી હતી.

આ પણ વાંચોઃ PM મોદી 7 યુવા ઓનલાઈન ગેમર્સને મળ્યા, ગેમરને પૂછ્યું: ભુજમાં આ રોગ ક્યાંથી આવ્યો?

Back to top button